ભારતમાં બનેલા બોલથી વિરાટ કોહલી નાખુશ, જોઇએ છે 'ડ્યૂક બોલ' - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતમાં બનેલા બોલથી વિરાટ કોહલી નાખુશ, જોઇએ છે ‘ડ્યૂક બોલ’

ભારતમાં બનેલા બોલથી વિરાટ કોહલી નાખુશ, જોઇએ છે ‘ડ્યૂક બોલ’

 | 5:18 pm IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું કે દુનિયાભરના ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં બનેલી ડ્યૂક બોલથી રમવુ જોઇએ. તેમણે એસજી બોલની ખરાબ ગુણવત્તા પર દુખ વ્યક્ત કર્યું. જેનો ભારત સ્વદેશમાં ઉપયોગ કરે છે. કોહલીએ વિન્ડીઝ સામે બીજી ટેસ્ટ પહેલાં કહ્યું કે, મારુ માનવું છે કે ડ્યૂક બોલ ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી શ્રેષ્ઠ બોલ છે. હું દુનિયાભરમાં આ બોલના ઉપયોગની ભલામણ કરીશ. તેનું સીમ સખત અને સીધુ છે તથા તેની નિરંતરતા બની રહે છે.

બોલના ઉપયોગને લઇને ICCના કોઇ ચોક્કસ નિયમો નથી અને દરેક દેશ અલગ પ્રકારના બોલનો ઉપયોગ કરે છે. ભારત સ્વદેશમાં બનેલી SG બોલનો ઉપયોગ કરે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ ડ્યૂક જ્યારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કૂકાબૂરાનો ઉપયોગ કરે છે. કોહલીએ પહેલાં ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને કહ્યું હતું કે તે એસજીની તુલનામાં કૂકાબૂરાથી સારી બોલીંગ કરવાનો અનભવ કરે છે.

અશ્વિનની ફરિયાદ વિશે પૂછવામાં આવતાં કોહલીએ આ સ્પિનરનું સમર્થન કર્યુ હતું. કોહલીએ જણાવ્યું કે હું સંપૂર્ણ રીતે તેની સાથે સહમત છુ. પાંચ ઓવરમાં બોલ ઘસાઇ જાય છે અને તે આપણે પહેલાં પણ જોયુ છે. પહેલાં જે બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની ગુણવત્તા સારી હતી અને હું નથી જાણતો કે શા માટે તેની ગુણવત્તા ઘટી છે.

તેણે કહ્યું,’ડ્યૂક બોલ હાલમાં પણ સારી ગુણવત્તાવાળી હોય છે, કૂકાબૂરા પણ સારી ગુણવત્તાવાળો બોલ હોય છે. કૂકાબૂરાની જે પણ સીમાઓ (સીમ સપાટ થઇ જવી) છે, પરંતુ તેની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરી શકાય નહી.’