Virat Kohli Wants To Include Faf Du Plesis In His Team
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: કોહલી આ શાનદાર ખેલાડીને ટીમમાં રમાડવા ઇચ્છે છે, મજબૂરીનાં કારણે છે શાંત

વર્લ્ડ કપ: કોહલી આ શાનદાર ખેલાડીને ટીમમાં રમાડવા ઇચ્છે છે, મજબૂરીનાં કારણે છે શાંત

 | 5:38 pm IST

12માં ક્રિકેટ વિશ્વ કપ માટે દરેક ટીમો ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. 30 મેથી શરૂ થનારા વિશ્વ કપ માટે દરેક ટીમો અભ્યાસ મેચ અને પ્રેક્ટિસમાં જોર લગાવી રહી છે. આ દરમિયાન આઇસીસીએ દરેક ટીમનાં કેપ્ટન્સ સાથે એક મીડિયા પ્રેસ કરી. આ દરમિયાન દરેક કેપ્ટનને પ્રશ્નો પુછવામાં આવ્યા. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઘણા બધા પ્રશ્નોનાં જવાબ આપ્યા હતા.

બંનેની ક્રિકેટની સમજમાં છે સામ્યતા

આ દરમિયાન જ્યારે વિરાટ કોહલીને પુછવામાં આવ્યું કે, “તેણે જો કોઈ વિરોધી ટીમનાં ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવો હોય તો તે કોને કરેશે?” તેના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું કે, “તે દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફેફ ડુ પ્લેસિસને પોતાની ટીમમાં સામેલ કરવા ઇચ્છશે.” વિરાટ કોહલીએ કારણ આપતા જણાવ્યું કે, “ફેફ એક એવો ખેલાડી છે જે આગળ આવીને ટીમનું નેતૃત્વ કરવા ઇચ્છે છે. મારી અને તેની ક્રિકેટની સમજ એક જેવી છે. તે એક શાનદાર બેટ્સમેન પણ છે.”

ફેફ સાથે બેટિંગ કરવા ઇચ્છે છે કોહલી

વિરાટ કોહલી વધુમાં કહે છે કે, “ફેફે પોતાના દેશનું શાનદાર નેતૃત્વ કર્યું છે અને તે એક સારો માણસ છે. કુલ મળીને તે એક શાનદાર ખેલાડી છે અને એક એવો વ્યક્તિ છે જેની સાથે રમવું મજેદાર હોય છે, જે રમતને સારી રીતે સમજે છે. આ બધા એવા કારણો છે જેના કારણે હું ફેફ સાથે બેટિંગ કરવાનું પસંદ કરીશ.” જણાવી દઇએ કે વિરાટ કોહલી જ્યાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે તો ફેફ ડૂપ્લેસિસ આફ્રિકાનો કેપ્ટન છે. વર્લ્ડ કપ રમી રહેલા બંને ખેલાડીઓ પોત-પોતાની ટીમોની આગેવાની કરે છે. બંને ટીમો વર્લ્ડ કપમાં 5 જૂનનાં રોજ સામ-સામે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન