મેચ છોડી પતંગ ઉડાવતો જોવા મળ્યો વિરાટ કોહલી, જુઓ Video - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • મેચ છોડી પતંગ ઉડાવતો જોવા મળ્યો વિરાટ કોહલી, જુઓ Video

મેચ છોડી પતંગ ઉડાવતો જોવા મળ્યો વિરાટ કોહલી, જુઓ Video

 | 10:12 pm IST

શ્રીલંકા વિરૂદ્ધ ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે મેદાનમાં પતંગોના નામે રહ્યો. મેચ દરમિયાન એક વખત નહિ પરંતુ બે-બે વખત પતંગો મેદાનમાં આવીને પડ્યા હતા. ભારતીય ટીમ ભલે શ્રીલંકાની વિકેટો ઝડપવામાં સફળ ન રહી પણ પતંગને પકડવામાં ખેલાડીઓએ ચુસ્તી દેખાડી. પહેલીવાર મેદાનમાં પતંગ કેપ્ટન વિરાટ કોહલી જોડે આવીને પાડી હતી તે પછી કોહલીએ પતંગને પકડી લીધી અને તેને ચાલુ મેચમાં જ ઉડાવવા લાગ્યો.

થોડીવાર માટે જ ભલે પણ વિરાટે પતંગબાજીની મજા માણી લીધી હતી. બીજી વખત પતંગ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા રોહિત શર્મા પાસે આવીને પડી જે તેણે લઈને ગ્રાઉન્ડ સ્ટાફને આપી દીધી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પતંગ ચગાવવાનો ખૂબ ક્રેઝ છે અને આ સીઝનમાં અવારનવાર મેદાનમાં પતંગો કપાઈને આવતી રહે છે.