- Home
- Entertainment
- Bollywood
- વિરાટ કોહલીના ભાઇએ અનુષ્કાની દીકરીની પહેલી તસવીર કરી શેર

વિરાટ કોહલીના ભાઇએ અનુષ્કાની દીકરીની પહેલી તસવીર કરી શેર

ટીમ ઈન્ડિયાના કપ્તાન (Team India Captain) વિરાટ કોહલી (Virat Kohli)ની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માના ઘરે દીકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કા (Virat-Anushka)ના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરી અવતરી છે.
આ સમાચારથી ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. લોકો આ ખુશખબર સાંભળીને ખુબ જ ખુશ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવી રહ્યા છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલીની પ્રિય પુત્રીની માતાપિતા બની છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ તેની ભત્રીજીનું સ્વાગત કરતા એક પોસ્ટ મૂકી છે.
આપણે ત્યાં પુત્રીને લક્ષ્મીજી માનવામાં આવે છે વિરાટના ભાઈ વિકાસ કોહલીએ બાળકીની પગલીઓ મુકી હતી. તેમણે કહ્યુ કે એન્જલનું ઘરે દિલથી સ્વાગત છે. પરિવારમાં આપનું સ્વાગત છે. અનુષ્કા શર્માએ સોમવારે બપોર પછી પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ આ સમાચાર તેના મિત્રો અને ચાહકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ખુશી જાહેર કરી છે.
View this post on Instagram
વિરાટે કહ્યુ કે હું જાણુ છુ મારા પ્રશંસકોને ખુબ ખુશી મળી છે પણ આ પલ અમારા માટે પણ એટલા જ મહત્વના છે. વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે બંનેને આ વાતની જાણકારી આપતા ખુશી થાય છે કે આજ બપોરે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે.
અનુષ્કાએ પ્રેગ્નન્સીના અંતિમ દિવસો સુધી કામ કર્યુ
અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સીના અનુભવો પણ શેર કર્યા હતા. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કોહલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.’
અનુષ્કાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે અને વિરાટ તેમના બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માંગે છે. અનુષ્કાએ કહ્યું કે તેઓ નથી ઇચ્છતા તેમના બાળકને બીજા બાળકથી વિશેષ બનાવવું જોઈએ. તે જ સમયે, અનુષ્કાએ એમ પણ કહ્યું હતું કે તેણે બાળક માટે જેન્ડર ન્યુટ્રલ નર્સરી તૈયાર કરી છે. હું નથી ઇચ્છતી કે છોકરીઓએ ગુલાબી અને છોકરાઓને વાદળી કપડા પહેરવા જોઈએ. બધા રંગ મારા ઉછેરમાં હશે.
આ વીડિયો જુઓ: અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન