Virat Kohli's Experiment Failed on Kuldeep-Chahal Duo
  • Home
  • Sports
  • Cricket
  • ફેલ થયો કોહલીનો આ મોટો પ્રયોગ? કુલદીપ-ચહલની જોડીનો ફરીથી આવી શકે છે યુગ

ફેલ થયો કોહલીનો આ મોટો પ્રયોગ? કુલદીપ-ચહલની જોડીનો ફરીથી આવી શકે છે યુગ

 | 3:22 pm IST

આગામી વર્ષે થનાર ટી-20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ બોલર્સનાં બદલે એવાં ખેલાડીઓને વધારે મોકો આપી રહી છે, જે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે. આ ચક્કરમાં ટીમ મેનેજમેન્ટે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની સ્પિન જોડીને તોડીને ફક્ત એક સ્પેશિયાલિસ્ટ સ્પિનર અને બે ઓલરાઉન્ડર (કૃણાલ પંડ્યા અને વોશિન્ગટન સુંદર)ને રમવા માટે જોર અપાઈ રહ્યું છે, પણ આ દાવ ઊંઘો પડી ગયો છે.

બાંગ્લાદેશની સામે ટી-20 સીરિઝમાં યુઝવેન્દ્ર ચહલ જ એવો સ્પિનર છે કે જે સ્પેશિયાલિસ્ટ છે, આ ઉપરાંત કૃણાલ પંડ્યા અને વોશિન્ગટન સુંદરને ઓલરાઉન્ડ તરીકે ચાન્સ આપવામાં આવી રહ્યો છે. કૃણાલ પંડ્યા અને વોશિન્ગટન સુંદર વિકેટ ટેકિંગ સાબિત નથી થઈ રહ્યા, જેમ પહેલાં કુલદીપ યાદવ અને ચહલની જોડી હતી. ચહલ પોતાની અસરદાર બોલિંગથી આજે પણ વિરોધી બેટ્સમેનોને ગોથે ચઢાવી રહ્યો છે.

જો ચહલને પોતાના જોડીદાર કુલદીપ યાદવનો સાથ મળી જાય તો તેનું પ્રદર્શન વધારે સારું થઈ શકે છે. તો એવા ખેલાડી કે જેમને થોડી બેટિંગ અને થોડી બોલિંગ આવડે છે, તેમના ભરોસે મેચ જીતવી મુશ્કેલ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપને જોતાં કહ્યું હતું કે, કૃણાલ પંડ્યા, રાહુલ ચાહર અને વોશિન્ગટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવવામાં આવી રહ્યા છે. કેમ કે, સતત 200થી વધારેનો સ્કોર બનાવવા ઈચ્છે છે.

પણ બાંગ્લાદેશની સામે હાલની ટી-20 સીરિઝમાં વોશિન્ગટન સુંદરને બે મેચોમાં ફક્ત એક વિકેટ મળી છે, જ્યારે કૃણાલ પંડ્યાને એક પણ વિકેટ મળી નથી. તો યુજવેન્દ્ર ચહલની વાત કરીએ તો, તેને બે મેચોમાં ત્રણ વિકેટ લીધી છે. યુજવેન્દ્ર ચહલની ઈકોનોમી રેટ બહુ ઓછી છે.

આ વીડિયો પણ જુઓઃ

સુરતમાં 4 વાહનોનો એક સાથે અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન