વિરાટ કોહલીનો સાથી ખેલાડી આજે કરે છે કઈંક આવું કામ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીનો સાથી ખેલાડી આજે કરે છે કઈંક આવું કામ

વિરાટ કોહલીનો સાથી ખેલાડી આજે કરે છે કઈંક આવું કામ

 | 7:40 pm IST

ભારતીય સ્પોર્ટ્સમાં ક્રિકેટને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જો કોઇને મેચ રમવા માટે મેદાન ન મળે તો તેઓ ગલી અને મહોલ્લામાં પણ રમવાનું શરૂ કરી દે છે. આજ કાલ લોકો ક્રિકેટમાં પણ પોતાની કારકિર્દી અંગે વિચારતા થઇ ગયા છે. જોકે, તેમાં દરેકને સફળતા નથી મળતી. આવુ જ એક નામ છે પેરી ગોયલ કે જે એક સમયે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ક્રિકેટ રમતો હતો અને આજે પોતાની આજીવિકા માટે રસ્તા પર છોલે-ભટૂરે વેચે છે.

૨૦૦૭ના વર્ષમાં ભારતીય ટીમને એક પછી એક નવા ખેલાડીઓ મળી રહ્યા હતા અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરી રહ્યો હતો. તે સમયે ટીમમાં સ્થાન મેળવવા માટે હરીફાઇ કરવી પડતી હતી અને પેરી ગોયલનું નામ તે સમયે છવાયેલુ હતું. તેણે તે સમયે કેપ્ટન વિરાટ કોહલીની સાથે અંડર-૧૯નો વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે, વર્લ્ડ કપ બાદ અન્ય ખેલાડીઓની જેમ પેરીનું ફોર્મે તેનો સાથ નહોતો દીધો અને તે ખૂબ ઝડપથી ટીમમાંથી બહાર થઇ ગયો હતો. તેણે અંડર-૧૯ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તે સદંતર નિષ્ફળ રહ્યો હતો. તે સમયે તે પંજાબ તરફથી રમી રહ્યો હતો અને સતત નિષ્ફળ રહ્યા બાદ તેને પંજાબની ટીમમાંથી પડતો મુકાયો હતો. ત્યારબાદ તેની કારકિર્દી સમાપ્ત થઇ ગઇ હતી.

વર્લ્ડ કપમાં મળેલી સફળતા બાદ ઘરેલુ ક્રિકેટની નિષ્ફળતાએ તેની કારકિર્દીને સમાપ્ત કરી દીધી હતી. ત્યારબાદ તેની પાસે આજીવિકા મેળવવા માટે અન્ય કોઇ વિકલ્પ ન રહેતા તેણે લુધિયાનામાં ફાસ્ટ ફૂડ વેચવાનું શરૂ કર્યું હતું. હાલમાં તે છોલે-ભટૂરે વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાલમાં તેની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ ઉપરાંત તે જ વર્લ્ડ કપની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ બનેલા અજિતેશ અરગલની પણ કઇક એવી જ સ્ટોરી છે. જોકે, અજિતેશ હાલમાં આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ નિભાવે છે.