Virat says he more comfortable with Dhoni and de villiers while Batting
  • Home
  • Corona live
  • કેવિન સાથે Live ચેટમાં કોહલીનો મોટો ખુલાસો, રોહિત નહીં આ ખેલાડીઓને બતાવ્યા ફેવરેટ બેટિંગ પાર્ટનર

કેવિન સાથે Live ચેટમાં કોહલીનો મોટો ખુલાસો, રોહિત નહીં આ ખેલાડીઓને બતાવ્યા ફેવરેટ બેટિંગ પાર્ટનર

 | 10:36 am IST

હાલ કોરોના વાયરસના સંકટના કારણે ઘણા દેશોમાં લોકડાઉન છે. જેથી ખેલાડીઓ ઘરની અંદર પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. જ્યારે કેટલાક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી ફેન્સ સાથે કનેક્ટ થઈ રહ્યા છે. ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન પણ હાલ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દુનિયાભરના ક્રિકેટ ખેલાડીઓ સાથે લાઈટ ચેટ કરી રહ્યો છે.

આ જ ક્રમમાં તાજેતરમાં કેવિન પીટરસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે લાઇવ ચેટ કરી. આ લાઇવ ચેટમાં પીટરસને કોહલીને તેના જીવન અને ક્રિકેટ કરિયરને લઈ કેટલાક સવાલ પૂછ્યા જેના કોહલીએ પણ જવાબ આપ્યા. પીટરસને ચેટ દરમિયાન કોહલીએ એમ પણ પૂછ્યું કે કોની સાથે બેટિંગ કરવી વધુ પસંદ છે. ત્યારે કોહલીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અને દક્ષિણ અફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ડીવિલિયર્સ સાથે બેટિંગ કરવી તેને વધુ પસંદ છે.

આપણે જણાવી દઈએ કે ડીવિલિયર્સ આઈપીએલમાં કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ સાથે રમે છે. કોહલીએ કહ્યું કે,‘મને તેમની સાથે બેટિંગ કરવામાં વધુ મજા આવે છે જે ઝડપથી દોડીને રન લઈ શકે. તેથી ભારતીય ટીમમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને આઈપીએલમાં ડીવિલિયર્સ સાથે ક્રીઝ પર હોઉ છું ત્યારે અમે વાત પણ નથી કરતા. માત્ર ઇશારા પર રન બનતા હોય છે.’ આ સાથે કોહલીએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડની સૌથી સારી ફીલ્ડિંગ વાળી ટીમ પણ બતાવી.

આ વીડિયો પણ જુઓ: સંદેશ ન્યૂઝનો લોકડાઉન ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન