CWC19: Virat Speaking About MS Dhoni's Retirement
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીનાં સંન્યાસને લઇને પહેલીવાર બોલ્યો કોહલી, સદી ના ફટકારવાનો પણ આપ્યો જવાબ

ધોનીનાં સંન્યાસને લઇને પહેલીવાર બોલ્યો કોહલી, સદી ના ફટકારવાનો પણ આપ્યો જવાબ

 | 11:01 pm IST

ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં પહોંચી ચુકી છે. માન્ચેસ્ટરમાં 9 જુલાઈનાં વિરાટ બ્રિગેડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચમાં હાર-જીત પહેલા સૌની નજરો ટોસ પર રહેશે. એ એટલા માટે કારણ કે આ વિશ્વ કપમાં ટૉસ જીતીને બેટિંગ કરનારી ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આ મહત્વની મેચ પહેલા વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત-ચીત કરી. આ દરમિયાન કોહલી આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળ્યો. ધોનીનાં સંન્યાસ લેવાના પ્રશ્ન પર તેણે એવું કંઇક કહ્યું જે તમારા દિલ જીતી લેશે.

ધોનીએ અમને તક આપી, હંમેશા તેનું સમ્માન કરીશું

કોહલીને પુછવામાં આવ્યું કે શું મહેન્દ્ર સિંહ ધોની વિશ્વ કપ પછી સંન્યાસ લેશે? આ વિશે કોહલીએ કહ્યું કે, “હું નિશ્ચિત રીતે કંઇપણ કહેવાનો નથી. હું ચોક્કસ રીતે કહી શકું છું કે તમે જો ખાસ કરીને તેમની કેપ્ટનશિપમાં કરિયરની શરૂઆત કરનારા ખેલાડીઓને પુછશો તો તેમની પાસે તેમના વિશે ઘણી વાતો હશે.” તેણે કહ્યું કે, “અમે તેમના નેતૃત્વમાં અમારા કેરિયરની શરૂઆત કરી અને આ અહેસાસ આજે પણ બદલાયો નથી. તેમણે અમને તક આપી, અમારા પર ભરોસો રાખ્યો, જેના માટે અમે હંમેશા તેમનું સમ્માન કરીશું અને કરતા રહીશું.”

ધોનીની સાથે રમવું સૌભાગ્ય

વિરાટે વધુમાં કહ્યું કે, “ધોનીએ ટીમમાં ટ્રાંજેશનનાં સમયમાં શાનદાર ભૂમિકા નીભાવી. આજે અમે તે ટીમનો મુખ્ય ભાગ છીએ, જે આ સમયમાં લીડ કરી રહ્યો છે. તેઓ કેપ્ટન રહ્યા છે અને હવે મારી કેપ્ટનશિપમાં રમી રહ્યા છે, પરંતુ તેમની રમતથી ક્યારેય એવું નથી લાગતુ. તેઓ મને નિર્ણય લેવાની આઝાદી આપે છે. સાથે જ જ્યારે પણ હું તેમને પુછુ છું તો તેઓ તરત જ સલાહ આપે છે. કુલ મળીને તે એવા ખેલાડી છે, જેના વિશે તમે કેટલું પણ કહો ઓછું છે.”

પર્સનલ માઇલસ્ટોન પર કોઇપણ ફૉકસ નથી કરતુ

તમે આ વિશ્વ કપમાં એકપણ સદી ફટકારી નથી તેવા પ્રશ્નનાં જવાબમાં વિરાટે કહ્યું કે, “મને સદી ના ફટકારી શકવાનો અફસોસ નથી, મારે અલગ રૉલ નીભાવવો છે. રોહિત શાનદાર રમી રહ્યો છે. ઇનિંગની વચ્ચે મારે અલગ ભૂમિકા નીભાવવી છે. વન ડે ક્રિકેટમાં રૉલ બદલાતા રહે છે. પર્સનલ માઇલસ્ટોન પર કોઇપણ ફૉકસ નથી કરતુ, રોહિત પણ આવુ કરે છે. આ પ્રક્રિયામાં રેકૉર્ડ બની જાય છે. હું હંમેશા ટીમ માટે રમવા ઇચ્છુ છું. આશા કરું છું કે વધું 2 મેચ જીતી જાઉં. કોઈએ પણ 5 સદી ફટકારવાનું નહીં વિચાર્યું હોય. રોહિત દુનિયાનો ટૉપ વન ડે પ્લેયર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન