ફરીથી મેદાન પર ઉતર્યો સહેવાગ, પ્રશંસકોએ કહ્યું વાહ... વાહ...! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ફરીથી મેદાન પર ઉતર્યો સહેવાગ, પ્રશંસકોએ કહ્યું વાહ… વાહ…!

ફરીથી મેદાન પર ઉતર્યો સહેવાગ, પ્રશંસકોએ કહ્યું વાહ… વાહ…!

 | 12:02 pm IST

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્સાય લઇ લીધો હોય, પરંતુ આ ખેલાડીની રમત જરા પણ બદલાઇ નથી. સહેવાગની બેટિંગથી આજ પણ દર્શકોનું મનોરંજન થાય છે અને આ જ કારણે ખેલાડીના આ અંદાજનાથી દુનિયા આખી વીરૂની બેટિંગની કાયલ છે. હાલમાં જ એક ફ્રેંડલી મેચમાં સહેવાગે શાનદાર સીક્સ ફટકારી સાબિત કર્યુ છે કે, સિંહ ભલે વૃદ્ધ થઇ જાય, પરંતુ તે શિકાર કરવું ક્યારેય ભૂલતો નથી.

39 વર્ષિય સહેવાગે દેખાડ્યુ કે તેની બેટિંગમાં આજે પણ તે તોફાની અંદાજ કાયમ છે, જેના માટે દુનિયા તેમને ઓળખે છે. દિલ્હીના આ પૂર્વ ખેલાડીની સિક્સ જોઇ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ પણ વાહ-વાહ કરી ઉઠ્યા.

વીરેન્દ્ર સહેવાદ કર્ણાટક ચલચિત્ર (કેસીસી)માં કદંબા લાયન્સ તરફથી રમ્યા. આ ટૂર્નામેન્ટનું આયોજન ચિન્નાસ્વામી બેંગલુરૂમાં થયુ હતું. આ 10-10 ઓવરની ટૂર્નામેન્ટ હતી. સહેવાગ જ્યારે આ ટૂર્નામેન્ટ માટે રમ્યો ત્યારે તેમણે ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો અને લખ્યું- સિદ્ધાંત પહેલા પણ તે જ હતા, આજે પણ તે જ છે, શુભ કામમાં વાર શાની. વીરેન્દ્ર સહેવાગની બેટિંગનો મતલબ મનોરંજન … મનોરંજન … મનોરંજન.