Virender Sehwag say Sourav Ganguly was the Best Captain
  • Home
  • Sports
  • Cricket
  • વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે આ ખેલાડીને બતાવ્યો સર્વશ્રેષ્ઠ કેપ્ટન

વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે આ ખેલાડીને બતાવ્યો સર્વશ્રેષ્ઠ કેપ્ટન

 | 11:29 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે. વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે તેના માનવા મુજબ ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન સૌરવ ગાંગુલી છે.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે તેઓ સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન માને છે. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોની અને પછી વિરાટ કોહલી સારા કેપ્ટન છે. સહેવાગે વધુ ભાર મૂકતા કહ્યું કે જ્યારે મેચ ફિક્સિંગ વિવાદ બાદ સંપૂર્ણ ટીમ વિખેરાઈ ગયી હતી ત્યારે સૌરવ ગાંગુલીએ ટીમને યોગ્ય નેતૃત્વ આપ્યું હતું.
સહેવાગે આ એક કાર્યક્રમમાં કહ્યું હતું.

સહેવાગે કહ્યું કે,‘મારા મુજબ યોગ્ય કેપ્ટન એ હોય છે જે તેના ટીમના સભ્યોની પ્રતિભા અને કુશળતાનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણે. મેચ ફિક્સિંગના વિવાદ બાદ ગાંગુલીએ જેવી રીતે ભારતીય ક્રિકેટ ટીમને સંભાળી અને બનાવી તે એક લીડર તરીકે તેમની આવડત અને ક્ષમતાને દર્શાવે છે.’ સહેવાગે વધુ ઉમેરતા કહ્યું કે,‘હું ખરેખર એવું અનુભવું છું કે ભારતીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલી જેવી નેતૃત્વ ક્ષમતા વાળા ખૂબજ ઓછા ખેલાડી છે. તેઓ એક મહાન કેપ્ટન રહ્યા છે. જેમને મેચ ફિક્સિંગ વિવાદ બાદ ભારતીય ક્રિકેટ ટીમને ફરી ઉભી કરી.’

ઉપરાંત વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. જેના વિશે સહેવાગે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ કોઈ યુદ્ધથી ઓછી નથી અને ભારતે આને જીતવું જોઈએ. સહેવાગે કહ્યું કે,‘આપણે દેશ માટે સારું કરવું જોઈએ. જ્યારે ભારત અને પાકિસ્તાન રમે છે ત્યારે એ યુદ્ધથી ઓછું હોતું નથી. આપણે આ જંગ જીતવી જોઈએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન