Virender Sehwag Slams Glenn Maxwell For Not Playing In IPL
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સેહવાગે મેક્સવેલને આડેહાથ લીધો, કહ્યું- IPLમાં ફક્ત મજા કરવા આવે છે, રન બનાવતો નથી

સેહવાગે મેક્સવેલને આડેહાથ લીધો, કહ્યું- IPLમાં ફક્ત મજા કરવા આવે છે, રન બનાવતો નથી

 | 10:30 pm IST
  • Share

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) થોડા દિવસો પહેલાં IPL 2020માં નબળાં પ્રદર્શન માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)ની ટીકા કરી હતી. તે દરમિયાન સેહવાગે તેને 10 કરોડની ‘ચીયરલિડર’ કહ્યું હતું. તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે સિરીઝ અને ત્યારબાદ ભારત સામેની ટી-20 સિરીઝ (Ind vs Aus)માં મેક્સવેલના બેટથી ઘણી શ્રેષ્ઠ ઇનિંગ્સ બહાર આવી હતી. IPLમાં રમવા અને ઓસ્ટ્રેલિયા તરફથી રમવા વચ્ચેના તફાવતની ચર્ચા કરતી વખતે સેહવાગે ફરી એક વાર તેને નિશાન બનાવ્યો છે.

વિરેન્દ્ર સહેવાગે એક વાતચીત દરમિયાન કહ્યું કે, ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં રમતી વખતે ક્યારેય દબાણ લેતો નથી અને તે અહીં મનોરંજન માટે જ આવે છે. તે મેચમાં રન બનાવ્યા સિવાય બધું જ કરે છે. તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે, ફરતો રહે છે અને ડાન્સ કરે છે. તેથી જ મને ક્યારેય લાગ્યું નહીં કે તે આઈપીએલમાં તેની રમત પ્રત્યે ગંભીર છે. આઈપીએલમાં તે ક્રિકેટ રમવા કરતાં ગોલ્ફ રમવામાં વધુ ગંભીર છે કારણ કે જો તમે ગંભીર હોત તો પ્રદર્શનમાં તેની અસર જોવા મળી હોત.

તમને જણાવી દઈએ કે ત્રણ મેચની વનડે સિરીઝમાં તેણે 194.19ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ છે. ટી-20 સિરીઝમાં તેણે બેટથી પણ સારા રન બનાવ્યા છે. ત્રણ મેચોમાં મેક્સવેલ 150 રનના સ્ટ્રાઈક રેટથી 5 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા છે. ટીમ જો કે ભારત સામેની ટી-20 શ્રેણીમાં 1-2ના અંતરે હારી ગઈ હતી. મેક્સવેલ તેની ટીમને બેટની સાથે બોલિંગ દ્વારા પણ વિકેટ અપાવતો રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃએક સપ્તાહમાં પ્રક્રિયા પૂર્ણ થશે : DyCM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન