Virendra Sehwag ask modiji for help on MS Dhoni batting Position
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની આ હરકતથી પરેશાન વીરેન્દ્ર સેહવાગ! PM મોદીથી મદદ માંગી કહ્યું- કંઈક સમજાવો આને…

ધોનીની આ હરકતથી પરેશાન વીરેન્દ્ર સેહવાગ! PM મોદીથી મદદ માંગી કહ્યું- કંઈક સમજાવો આને…

 | 4:02 pm IST

આઈપીએલ(IPL2020)માં શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સ(CSK)ને વધુ એક કારમી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપ્ટિલ્સે(DC) ધોનીની ટીમને 44 રનથી જબરદસ્ત પરાજય આપ્યો. ટુર્નામેન્ટમાં ધોનીની ટીમની આ સતત બીજી હાર છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સે સીએસકેને 16 રનેથી હરાવ્યું હતું.

સતત બીજી હાર સાથે ધોનીની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 5માં નંબરે પહોંચી ગઈ. ક્રિકેટના કેટલાય એક્સપર્ટ ધોનીની બેટિંગ પોઝિશન પર સવાલ ઉભા કરી રહ્યા છે. એક્સપર્ટ ધોનીને ચોથા નંબરે બેટિંગ કરવા સલાહ આપી રહ્યા છે પરંતુ ધોની 6 અથવા તો 7માં નંબરે બેટિંગ કરવા આવે છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ ધોનીની બેટિંગ પોઝિશનને લઈ નારાજગી વ્યક્ત કરી છે.

Delhi Metro vs Chennai Express | Viru Ki Baithak | Episode 8

Delhi Metro vs Chennai Express. Catch the fresh episode of 'Viru Ki Baithak' every morning only on Facebook Watch #CricketTogether

Posted by Virender Sehwag on Friday, September 25, 2020

મીડિયા રિપોર્ટ મુજબ વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ધોની પોતાની જિદ્દ પર અડગ છે. પરંતુ તેણે પરિસ્થિતિઓની ગંભીરતાને સમજી બેટિંગ પોઝિશન બદલવી જોઈએ. ફેસબુક પર પોતાના સ્પેશિયલ શોમાં સેહવાગે કહ્યું કે,‘ચેન્નાઈની ટીમ મુશ્કેલ સમયમાં હતી પરંતુ તેમ છતાં થાલા(ધોની) નહીં આવ્યા બેટિંગ કરવા. એવું લાગે છે કે બુલેટ ટ્રેન આવી જશે પરંતુ ધોની ચોથા નંબરે બેટિંગ કરવા માટે નહીં આવે. મોદીજી તમે જ કંઈક સમજાવો એને.’

આ વીડિયો પણ જુઓ: વડોદરા ST ડેપો પાસે રીક્ષા ચાલકોનું પ્રદર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન