સેહવાગે 75 વર્ષનાં આ દાદીને ગણાવ્યાં 'સુપરવુમન', વિડીયો જોઇને ચોંકી જશો - Sandesh
  • Home
  • Sports
  • સેહવાગે 75 વર્ષનાં આ દાદીને ગણાવ્યાં ‘સુપરવુમન’, વિડીયો જોઇને ચોંકી જશો

સેહવાગે 75 વર્ષનાં આ દાદીને ગણાવ્યાં ‘સુપરવુમન’, વિડીયો જોઇને ચોંકી જશો

 | 1:50 pm IST

ભારતીય ટીમનો પૂર્વ ખતરનાક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જે રીતે બોલરોની ધોલાઇ કરતો હતો તે જોઇને દુનિયાભરનાં બોલરનો તેની બેટિંગથી ડરતા હતા. વીરૂની મુલાકાત એક દેશી મહિલા સાથે થઇ હતી જેને તે સુપરવુમન માને છે. આ વૃદ્ધ મહિલાની સ્ફૂર્તિ અને આવડત જોઇને તમે પણ ચોંકી જશો. આને જોઇને તમે વિચારશો કે આખરે આ મહિલા છે કે વીજળી, આટલી સ્ફૂર્તિ તો યુવાનોમાં પણ નથી હોતી.

મધ્યપ્રદેશનાં સિહોરમાં રહેનારી આ મહિલાનાં હાથ ટાઇપિંગ મશીન પર એટલા ફાસ્ટ ચાલે છે કે જાણે કોઇ રૉબોટ કામ કરી રહ્યો હોય. કહે છે કે કળા અને ઉંમરનો કોઇ જ મોહતાજ નથી હોતુ. અત્યારે સોશિયલ મીડિયા પર 75 વર્ષનાં એક દાદીમાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને સેહવાગે પણ પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વૃદ્ધ મહિલાને સોશિયલ મીડિયા પર લોકો ‘ટાઇપિસ્ટ અમ્મા’ કહીને બોલાવે છે.

આ વૃદ્ધ મહિલા ટાઇપરાઇટર પર એટલી ઝડપથી ટાઇપ કરે છે કે તે જોઇને યુવાનો પણ શરમાઇ જાય. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ મહિલા ભોપાલમાં રહે છે. સેહવાગે આ વિડીયો શેર કરતા લખ્યું કે, ‘મારા માટે આ સુપરવુમન છે. યુવાઓએ આ મહિલાથી ઘણું શીખવું જોઇએ. આ દર્શાવે છે કે કોઇ કામ નાનુ નથી હોતુ અને શીખવા તેમજ કામ કરવાની કોઇ ઉંમર નથી હોતી.”