વિરુષ્કા પછી હવે રણવીર-દીપિકા આ વર્ષે કરશે ડેસ્ટિનેશન વેડિંગ ! – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિરુષ્કા પછી હવે રણવીર-દીપિકા આ વર્ષે કરશે ડેસ્ટિનેશન વેડિંગ !

વિરુષ્કા પછી હવે રણવીર-દીપિકા આ વર્ષે કરશે ડેસ્ટિનેશન વેડિંગ !

 | 7:38 pm IST

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્ન પછી હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે બંને આ વર્ષે લગ્ન કરી શકે છે. એટલે કે વર્ષ 2018માં લગ્ન કરે તેવી સંભાવનાં છે. સૂત્રોના અનુસાર, આ બંને કલાકારનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો પ્લાન છે. જો કે, બંનેને બીચ વધારે પસંદ છે, તેના કારણે તેમના બીચ વેડિંગ કરી શકે છે. બીજા સેલિબ્રિટીની જેમ તેમના લગ્ન પણ માત્ર પરિવારના સભ્યો અને નજીકનાં મિત્રોની હાજરીમાં થશે. આ બંને પોતાના નજીકનાં લોકોની હાજરીમાં લગ્નનાં બંધનમાં જોડાવા માંગે છે.

લગ્ન પછી એક ગ્રાન્ડ રિસેપ્શન પોતાના ફ્રેન્ડસ અને બોલિવૂડની હસ્તિઓ માટે રાખશે. દીપિકા અને રણવીર મોટાભાગે એકસાથે જોવા મળે છે. કોઈ પાર્ટી હોય કે ફંક્શન તે હંમેશા એકબીજાની સાથે જોવા મળે છે. ફિલ્મોની સ્ક્રીનિંગ અથવા એવોર્ડ ફંક્શનમાં તેમનાં સંબંધો કોઈનાથી છુપા નથી, પરંતુ તે લોકોએ ક્યારે પણ જાહેરમાં પોતાનાં સંબંધો વિશે ચર્ચા નથી કરી.

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં રણવીર અને દીપિકાને તેમના સંબંધો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે અત્યારે માત્ર કામ પર ફોકસ કરવા માંગે છે. સૂત્રોના અનુસાર, માલદીવમાં દિપીકાનાં જન્મ દિવસ પર બંનેએ સગાઈ કરી હતી. જો કે, અભિનેતા રણવીર સિંહનાં મેનેજરએ આ વાતને નકારી કાઢી હતી.

સૂત્રોના અનુસાર, બંને લગ્ન પછી રિસેપ્શન આપશે. જેમાં એક મુંબઈ અને બેંગ્લોરમાં રાખવામાં આવશે. બેંગ્લોરમાં જે રિસેપ્શન રાખવામાં આવશે તેમાં દિપીકાનાં ફેમિલી સભ્યો અને સંબંધીઓ શામેલ રહેશે. જ્યારે મુંબઈમાં બંનેના બોલિવૂડ ફ્રેન્ડ માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.