વિરુષ્કાથી થઈ ગઈ એક મોટી ભૂલ, શું ફરી કરવા પડશે લગ્ન? - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિરુષ્કાથી થઈ ગઈ એક મોટી ભૂલ, શું ફરી કરવા પડશે લગ્ન?

વિરુષ્કાથી થઈ ગઈ એક મોટી ભૂલ, શું ફરી કરવા પડશે લગ્ન?

 | 5:39 pm IST

ગત વર્ષે 11 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કા શર્માનાં હાઈ પ્રોફાઇલ લગ્ન ફરી એક વખત ચર્ચામાં છે. તેમનાં લગ્નની નોંધણીને લઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બંનેએ 11મી ડિસેમ્બરે ઇટાલીના ટસ્કની શહેર સ્થિત બોરગો ફેનોસિએતો રિસોર્ટમાં લગ્ન કર્યા હતા પરંતુ રોમ સ્થિત ભારતીય દૂતાવાસને તેની સૂચના આપી નહોતી જેને કારણે તેઓને ફરી એક વખત લગ્ન કરવા પડશે.

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ દ્વારા વિદેશ મંત્રાલયમાં ગત 13મી ડિસેમ્બરે આરટીઆઈ કરી હતી જે અંતર્ગત રોમ સ્થિત ભારતીય દૂતાવાસે ચોથી જાન્યુઆરીએ જવાબ આપ્યો હતો. જવાબમાં આ વાતનો ખુલાસો થયો છે કે, વિરાટ અને અનુષ્કાએ નિયમ મુજબ પોતાના લગ્ન અંગે ઇટાલી સ્થિત ભારતીય દૂતાવાસના મેરેજ ઓફિસરને જાણકારી આપી નહોતી. એડવોટકેટના મતે આ વાતની જાણકારી આપવી અનિવાર્ય હોય છે.

જો કોઈ ભારતીય બીજા દેશમાં જઈને લગ્ન કરે તો તેને ત્યાં વિદેશી લગ્ન એક્ટ-1969 અંતર્ગત રજિસ્ટર્ડ કરાવવાનું હોય છે પરંતુ વિરાટ-અનુષ્કાનાં લગ્ન આ એક્ટ મુજબ થયા નથી. તેવામાં હવે દેશના જે રાજ્યમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા રહેશે, ત્યાં તેઓએ તે રાજ્યના નિયમ મુજબ લગ્નની નોંધણી કરાવવા માટે ફરી લગ્ન કરવા પડી શકે છે.