Visakhapatnam: Crane accident at Hindustan Shipyard, 11 dead
  • Home
  • Featured
  • વિશાખાપટ્ટનમ: હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, 11 લોકોના મોત, Live Video

વિશાખાપટ્ટનમ: હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, 11 લોકોના મોત, Live Video

 | 3:39 pm IST

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડમાં એક દુર્ઘટના સર્જાઇ છે જેમા એક ક્રેન પડી ભાંગી હતી જેના કારણે 11 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર વિનય ચંદે મામલાની પુષ્ટી કરી છે. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સાફ દેખાઇ રહ્યું છે કે, શિપયાર્ડમાં લાગેલ ક્રેન અચનાક પડી ભાંગી. ક્રેન નીચે દબાઇ જવાના કારણે લોકોના મોત થયા.

18 મજૂર સાઇટ પર હાજર હતા

ત્યાં જ મંત્રી અવંતિ શ્રીનિવાસે ઘટનાની જાણકારી લેતા અધિકારીઓને જરૂરી પગલા ભરવા આદેશ કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારે ક્રેનની પાસે કુલ 18 મજૂરો કામ કરી રહ્યા હતાં.

ક્રેનથી લોડિંગનું ટ્રાયલ થઇ રહ્યું હતું

આ દરમિયાન અચાનક ક્રેન તૂટી ગઇ અને નીચે પડી ભાંગી, ક્રેનને ઝપેટમાં આવતા 11 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. એક ઇજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. દુર્ઘટના સમયે ક્રેનથી લોડિંગનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. ક્રેનની ઝપેટમાં આવેલા એક અન્ય મજૂરને કાટમાળમાંથી બહાર નિકાળવામાં આવી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં પાકવીમામાં કૌભાંડના આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન