NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વિસાવદરઃ દીપડાના ત્રણ બચ્ચાની માતા બન્યો વન વિભાગઃ લાડકોડમાં થતો ઊછેર

વિસાવદરઃ દીપડાના ત્રણ બચ્ચાની માતા બન્યો વન વિભાગઃ લાડકોડમાં થતો ઊછેર

 | 11:21 am IST

૧૪ મે એટલે માતૃત્વ દિવસ. મનુષ્ય અને વન્ય જીવોમાં પણ પોતાના સંતાનો પ્રત્યે માતૃત્વ હોય છે,પણ મનુષ્ય કરતા વન્ય જીવોમાં માતૃત્વ કંઈક અલગ હોય છે.જેમાં દીપડાઓ, સિંહો પોતપોતાના બચ્ચાઓને કંઈક ખાસ પ્રકારે ઉછેર કરતા હોય છે. પણ ભાગ્યે જ બનતા કિસ્સાઓ મુજબ માતા તેના બચ્ચાને ત્યજી ચાલી ગયા બાદ તે બચ્ચાની માતા વન વિભાગ બન્યો છે અને માતાથી પણ સવાયો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

સાસણ એસીએફ અપારનાથીના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામની સીમમાં શેરડીના વાડમાં દીપડીના દસેક દિવસના ત્રણ બચ્ચા રેઢા મળી આવ્યા હતા. બાદમાં વન વિભાગ દ્વારા દીપડી અને બચ્ચાઓનું મિલન કરાવવા અથાગ પ્રયત્નો બાદ પણ દીપડીએ ત્યજી દીધેલા બચ્ચાને લેવા માટે પરત ન આવતા ત્રણેય બચ્ચાઓને તા.૧૬.ર.૧૭ ના રોજ સાસણ સ્થિત એનિમલ કેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જયાં વન વિભાગ દ્વારા બચ્ચાઓને તેની માં બની ઉછેરવામાં આવી રહ્યા છે. જેમાં તેને શરૃઆતના દસ દિવસ દરરોજ દિવસમાં રપ૦ એમએલ બકરીનું દૂધ ચાર વખત આપવામાં આવતું હતું. બાદમાં દસ દિવસ બાદ આ બચ્ચાને રપ૦ એમએલ બે વખત અને ત્યાર બાદ એક માસના અંતે તેને મટનનો કીમો અને તેમાં દૂધ મિશ્રણ કરીને આપવામાં આવી રહ્યું છે. આ બચ્ચા ત્રણ માસના થયા છે અને હૃષ્ટપુષ્ટ થઈ ગયા છે.

આ ત્રણેય બચ્ચાને ર૪ કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.તેની દેખભાળ રાખવા સતત બે વેટરનરી ડોકટરો ખડે પગે હોય છે.બંને બચ્ચાઓને વેટરનરી ડોકટરોની હાજરીમાં ખોરાક આપવામાં આવી રહ્યો છે અને તેની જરૃરીયાત મુજબ વીટામીન, કેલ્શીયમ વગેરે પણ આપવામાં આવી રહ્યું છે.
ત્રણેય બચ્ચા વન વિભાગના ઓશિયાળા બની રહેશે.

વન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે ત્રણે બચ્ચાઓને કાયમી વન વિભાગના ઓશિયાળા બની રહેવું પડશે. આ બચ્ચા મોટા થયા બાદ તેને શિકાર કરતા ન આવડે કારણ કે તેની મા ન હોવાથી તેને શિકાર કરવાની તાલીમ મળી ન હોવાથી તે આજીવન શિકાર કરવા સક્ષમ ન બની શકે. જેથી હવે આજીવન વન વિભાગ દ્વારા સાસણ સ્થિત દેવળીયા પાર્કમાં બનાવવામાં આવેલ ઓરફન સેન્ટરમાં મોટા થયા બાદ ત્યાં રહેવું પડશે અને આજીવન તેની માંની જરૃરીયાત વન વિભાગ દ્વારા પુરી પાડવામાં આવશે.