વિસાવદર: સગીરા પર બળાત્કારનાં આક્ષેપ બાદ પોલીસ તપાસ ન કરતા ચક્કાજામ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વિસાવદર: સગીરા પર બળાત્કારનાં આક્ષેપ બાદ પોલીસ તપાસ ન કરતા ચક્કાજામ

વિસાવદર: સગીરા પર બળાત્કારનાં આક્ષેપ બાદ પોલીસ તપાસ ન કરતા ચક્કાજામ

 | 8:59 pm IST

વિસાવદર તાલુકાના ચાંપડા ગામની યુવતી પર તેના જ ગામના યુવકે બળાત્કાર ગુજાર્યા હોવાના આક્ષેપ સાથે યુવતી વિસાવદરની સરકારી હોસ્પિટલે ચેક અપ માટે બપોર ગઈ હોય અને સાંજ સુધી પોલીસે આ અંગેની તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનો તથા તેના જ્ઞાતિબંધુઓ વિસાવદર હોસ્પિટલ નજીક જુના બસ સ્ટેન્ડ ચોકમાં સાંજના સમયે ચક્કાજામ કરી દેતા મામલો ગરમાયો હતો. જો કે બાદમાં આંદોલનકારીઓ પોલીસ સાથે હોસ્પિટલમાં જતા રસ્તો ખૂલ્લો થયો હતો.

બનાવની મળતી વિગતો મુજબ ચાંપરડાની સગીરાને તેના જ ગામનો ગીરીશ બાઘા પટોળીયા નામનો શખસ ગત રાત્રીના તેની વાડીએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારી વહેલી સવારે પરત મુકી જઈ ધાક ધમકી આપી હોવાની પોલીસે યુવતીની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે.

યુવતીના પરિવારજનોએ પોલીસ તપાસ બરોબર કરતી નથી અને તેનો મેડીકલ ચેક સમયસર થતું ન હોવાના આક્ષેપ યુવતીના આઠથી દસ પરિવારજનો જુના બસ સ્ટેન્ડ ચોકમાં રોડ પર સુઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. બાદમાં પોલીસ ઘટના સ્થળ પર આવી જતા આંદોલનકારીઓ હોસ્પિટલે આ અંગે ડોકટર સાથે ચર્ચા વિચારણા માટે જતા રસ્તો ખૂલ્લો થયો હતો અને આ અંગે મામલો થાળે પડતા પોલીસે આરોપી વિરૃધ્ધ પોસ્કો, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ એસસી એસટી સેલને સોંપવામાં આવી છે.