Visit Diwaniya Mahadev established on Diwaniya Dungar in Banaskantha
  • Home
  • Featured
  • દર્શન કરો બનાસકાંઠાના દિવાનીયા ડુંગર પર સ્થાપિત દિવાનીયા મહાદેવના, Video

દર્શન કરો બનાસકાંઠાના દિવાનીયા ડુંગર પર સ્થાપિત દિવાનીયા મહાદેવના, Video

 | 8:47 am IST

બનાસકાંઠાનું અમીરગઢ તાલુકો એક ડુંગરાળ વિસ્તાર છે આ પર્વતમાળામાં આમ તો અનેકો ચમત્કારિક શિવાલયો આવેલા છે . કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે ત્યારે આજે આપણે લઈશુ એક એવા મહાદેવનાં ધામની મુલાકાત કે જે સ્થાપિત છે અમીરગઢથી માત્ર 6 કિમી દૂર આવેલા દિવાનીયા ડુંગર પર.દેવોના દેવ મહાદેવનું આ ધામ દિવાનીયા મહાદેવ તરીકે પ્રસિદ્ધ પામ્યુ છે આ ધામ ડુંગર પર આવેલુ હોવાથી ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થઈને જ ભક્તો દર્શન કરવા જઈ શકે છે.

શ્રાવણ માસ દરમ્યાન દિવાનીય મહાદેવમાં સ્થાપિત શિવલિંગ ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે બિલિપત્ર અને લાલ ગુલાબના પુષ્પની મદદથી આ શિવલિંગને સુશોભિત કરવામાં આવે છે …ભક્તો આ શિવલિંગના દર્શન કરીને અભિભૂત થઈ જાય છે તો મહાદેવને અભિષેક ખુબ જ પ્રિય હોવાથી એક કળશના માધ્યમથી સતત આ શિવલિંગ પર જળનો અભિષેક થતો જ રહે છે.

શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા શિવજી ને અભિષેક તેમજ પૂજા અર્ચના બાદ શિવજીના ચરણોમાં મસ્તક નમાવી ધન્યતા અનુભવે છે.ભક્તો આ પવિત્ર સ્થળે આવે છે અને બિલિપત્ર અર્પણ કરી અને મંત્રોચ્ચાર સાથે કૈલાશપતિની ઉપાસના કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન