PICS: વટ પડી જશે, જ્યારે જશો આ ટોઈલેટમાં - Sandesh
  • Home
  • World
  • PICS: વટ પડી જશે, જ્યારે જશો આ ટોઈલેટમાં

PICS: વટ પડી જશે, જ્યારે જશો આ ટોઈલેટમાં

 | 11:34 am IST

મ્યુઝિયમમાં સોનામાંથી બનેલા ટોઈલેટ કે પછી અન્ય વસ્તુ હોય તે સહજ છે, પરંતુ જો મ્યુઝિયમમાં મુકાયેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની મુલાકાતીઓને વિનંતી કરાય તો ચોક્કસપણે ચોંકી જવાય.

અમેરિકાના મ્યુઝિયમમાં મુલાકાતીઓને સોનાના ટોઈલેટનો ઉપયોગ કરવા માટે આમત્રણ અપાયું છે. ન્યૂયોર્ક સિટીના સોલોમોન આર ગગેનહેમ મ્યુઝિયમના ચોથા માળે 18 કેરેડના સોનામાંથી બનેલા ટોઈલેટ છે.

ઈટાલીના સુવર્ણકાર મોરિજિયો કેટલેને આ ટોઈલેટ બનાવ્યું છે. મ્યુઝિયમના સત્તાવાળાઓએ મુલાકાતીઓને જણાવ્યું છે કે તમે મ્યુઝિયમની અન્ય સુવિધાની જેમ આ ટોઈલેટનો પણ ઉપયોગ કરી શકો છો.

2011 પછી પ્રથમવાર જ ગગેનહેમ મ્યુઝિયમમાં કેટલેન કોઈ કલાકૃતિને મુકાઈ છે. મ્યુઝિયમને તેની વેબસાઈટ પર લખ્યું છે કે આ મ્યુઝિયમ ફક્ત કળા ક્ષેત્રની ઝાંખી જ કરાવતું જ નથી, પરંતુ બધા માટે અમેરિકી સપના માટે અવસર પણ પૂરું પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન