Visit Maa Chamunda in Chotila, Video BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો ચોટિલામાં આવેલ મા ચામુંડાના, Video

દર્શન કરો ચોટિલામાં આવેલ મા ચામુંડાના, Video

 | 9:04 am IST

નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે દર્શન કરીશુ માં ચામુંડાના. ચોટીલાએ રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર આવેલું નગર છે. ચોટીલાનાં ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1173જેટલી છે. શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.

આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે.ચોટીલા એ ધાર્મિક સ્થળની સાથે સાથે ઐતિહાસીક સ્થળ પણ છે. ઐતિહાસીક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાય છે.અહિં માતા ચામુંડા છે બિરાજમાન.

માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકી એક અવતાર છે. ચામુંડા માતા એ ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યુ છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જગપ્રસિધ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતમા શિખરે આવેલુ છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જુનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન