Visit Maa Mahalakshmi Temple located in Danapith area of Junagadh,
  • Home
  • Featured
  • દર્શન કરો જુનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સ્થિત મા મહાલક્ષ્મી મંદિરના, Video

દર્શન કરો જુનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સ્થિત મા મહાલક્ષ્મી મંદિરના, Video

 | 8:59 am IST

ક્ષીરસાગરમાં જે નારાયણ સંગ બિરાજે છે, જે સુખ અને સમૃદ્ધિની દાતા છે એવી મા લક્ષ્મી સમક્ષ ભક્તો આસ્થાભેર વંદન કરે છે. જૂનાગઢના આ પવિત્ર મંદિરમાં ગર્ભગૃહમાં બાળસ્વરુપે મા લક્ષ્મીની સ્થાપના કરાઈ છે. જે આ ધામને અનન્ય બનાવે છે.

કારણ કે બાળ સ્વરુપે અન્ય કોઈ મંદિરમાં દેવી લક્ષ્મીની સ્થાપના નથી કરાઈ. વર્ષો પહેલા જ્યારે નવાબ દ્વારા આ સ્થાનકનો જિર્ણોદ્ધાર કરાયો.

જેની સ્તુતિ દેવ અને દાનવ કરે છે એવા મા લક્ષ્મીના આ ધામમાં દિવાળી પર્વે અનોખી રોનક જોવા મળે, આ પાંચ દિવસોમાં રાજ્યભરમાંથી ભક્તો ભવ્ય ઉજવણીના સાક્ષી બને છે.

ખાસ કરીને નૂતનવર્ષે મા લક્ષ્મીજી માટે વિશેષ અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. તો આમ દેવી લક્ષ્મીના બાલસ્વરુપના દર્શન કરી સૌ ભક્તો પરિવારની સુખાકારીના આશીર્વાદ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન