વડનગરમાં આવેલ પૌરાણિક શિવાલયના કરો દર્શન, Video
આજે છે પોષ સુદ પાંચમ આજે છે દેવાધિદેવ મહાદેવને પ્રિય સોમવારનો દિવસ..ત્યારે આવો શિવને પ્રસન્ન કરવા સૌ પ્રથમ શિવજીની આરતી કરીએ ..ત્યારબાદ દર્શન કરીશું દેવાધી દેવ મહાદેવના એક અલૌકિક ધામના જે સ્થાપિત છે વડનગર ખાતે…
સાથે જ ભોળાનાથને રીઝવવા ભજન શ્રવણમાં પણ લઈશુ ભાગ ..આ ઉપરાંત અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા આપને જણાવશે કે કોઈપણ પૂજનમાં પ્રભુને .યજ્ઞોપવિત અર્પણ કરવાનો શું છે મહિમા અને કયા મંત્ર દ્વારા યજ્ઞોપવિત અર્પણ કરી શકાય ..તો .આવો મનમાં સદાશિવના નામ સાથે શરુઆત કરીએ આ પવિત્રયાત્રાની.
દેવોના દેવ મહાદેવને પ્રિય છે સોમવાર..શાસ્ત્રોમાં કરાયેલ ઉલ્લેખ પ્રમાણે સોમવારે જો ભોળાનાથને ભજવવામાં આવે તો શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશુ વડનગરમાં આવેલ પૌરાણિક શિવાલયના..હાટકેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ આ ધામ આશરે 2000 વર્ષ જુનુ છે ..આ ધામની સૌથી મહત્વની વાત છે આ ધામમાં સ્થાપિત સુંદર શિવલિંગ..તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન