Visit the Kedarnath Mahadev Temple near Dahod, Video
  • Home
  • Featured
  • દર્શન કરો દાહોદ પાસે આવેલુ કેદારનાથ મહાદેવ મંદિરના, Video

દર્શન કરો દાહોદ પાસે આવેલુ કેદારનાથ મહાદેવ મંદિરના, Video

 | 9:06 am IST

શ્રાવણ માસમાં ભોળેનાથની ભક્તિ માં તમામ ભાવિક ભક્તો લિન થઇ જતા હોય છે.શિવમંદિરોમાં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે.ત્યારે શ્રાવણ માસ માં આજે વાત કરીશુ દાહોદ શહેર થી માત્ર 12 કિલોમીટર ના અંતરે આવેલ કેદારનાથ મંદિરની..

ચોસાલા ગામ માં આવેલ આ મંદિર હજારો વર્ષ જૂનું છે.કુદરતી નયનરમ્ય વાતાવરણ ની વચ્ચો વચ્ચ સ્થિત આ મંદિર ની પ્રાચીન કથા એવી છે કે વનવાસ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોના આ જગ્યા એ આવવા નું કારણ એ હતું કે આ સમગ્ર ભૂમિ તે સમયે હેડમ્બા વન તરીકે ઓળખાતી હતી. 

આ જગ્યા એ સાક્ષાત ભગવાન શિવજીનો વાસ છે તેવું લોકો માને છે.અને તેનું ઉદાહરણ એ છે કે મંદિર ની ઉપર આવેલ પથ્થરો માંથી બારે માસ પાણી પડે છે.અને વરસાદ ની ઋતુ માટે જાણે કે પથ્થરો માંથી પાણી નો ધોધ વહેતો હોય તેવો આભાસ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન