Krishna worhsipped at here as bal gopal, do visit this guruvayur temple
  • Home
  • Astrology
  • કેરળનું ગુરુવાયુર મંદિર કે જ્યાં કૃષ્ણ પૂજાય છે બાળરૂપે

કેરળનું ગુરુવાયુર મંદિર કે જ્યાં કૃષ્ણ પૂજાય છે બાળરૂપે

 | 6:12 pm IST

કેરળ આજકાલ સમાચારોમાં છે ત્યાં અતિવૃષ્ટિને કારણે છેલ્લી સદીમાં  ન આવ્યા તેવા પુર આવ્યા છે. જો કે આજે આપણે કેરળને અલગ રીતે યાદ કરીએ. અહિં આવેલું ગુરુવાયુર મંદિર કૃષ્ણનું એક મુખ્ય મંદિર છે. અહિં કૃષ્ણના બાળરૂપની પૂજા કરવામાં આવે છે.

કેરળના થ્રિસુર જનપદમાં ગુરુવાયુર એક પ્રસિદ્ધ હિંદૂ તીર્થસ્થળ છે. એવું કહેવામાં આવે છે કે ગુરુવાયુર મંદિર સેંકડો વર્ષ જૂનું છે. આ મંદિરના દેવતા ભગવાન ગુરુવાયુરપ્પન છે જે બાળગોપાળ એટલે કૃષ્ણ ભગવાનનું બાળ રૂપ છે. જો કે આ મંદિરમાં ગેર હિંદૂઓને પ્રવેશની અનુમતિ નથી. આમછતાં અનેક ધર્મોના અનુયાયીઓ ભગવાન ગુરુવાયુરપ્પનના પરમ ભક્ત છે.

કળા અને સાહિત્ય સાથે સંબંધ
આ મંદિરની વિશેષતા એ છે અહિં કેવળ ધર્મ, કર્મ, પૂજા અને પાઠ સાથે જ સંબંધ નથી પણ કળા અને સાહિત્ય સાથે છે. આ મંદિરની નૃત્યકલા કથકલી ભારતભરમાં વિખ્યાત છે. આ કલાના પ્રચાર પ્રસારમાં મુખ્ય  ભાગ ભજવનાર વિદ્યા કૃષ્ણનટ્ટમ કલી જે આ નાટ્યકલાનું એક મુખ્ય રૂપ છે તેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

ગુરુવાયુર મંદિર પ્રશાસન જે ગુરુવાયુર દેવાસ્વોમ કહેવાય છે. એક કૃષ્ણટ્ટમ સંસ્થાનું સંચાલન કરે છે. એ સાથએ જ ગુરુવાયૂર મંદિરની બે પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓ પણ છે. જેમાંથી એક નારાયણીમ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે જેમાં વિષ્ણુના દસ અવતારોનું વર્ણન છે. જ્યારે બીજી કૃતિ જ્ઞાનાપ્પના મલયાલમ  ભાષામાં લખાયેલું પુસ્તક છે જે જુદા જુદા સત્યો વિશે વિવેચના કરે છે. તેના પરથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિસેનો ઉપદેશ કરે છે.

આ ઉપરાંત ગુરુવાયુર મંદિર એ દક્ષિણ ભારતી. શાસ્ત્રીય કર્ણાટકીય સંગીતનું એક મુખ્ય સ્થળ છે. અહિં અગિયારસના દિવસ દરમિયાન  સુવિખ્યાત ગાયક અને ગુરુવાયુરપ્પનના પરમ ભક્ત, ચેમ્બાઈ વેદ્યનાથ ભગવાનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. ઉલ્સવમ નામનો એક વાર્ષિક સમારંભ આયોજિત કરવામાં આવે છે. આ ઉત્સવ કુંમ્ભમાં મલયાલી મહીનો કે જે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આવે છે, જેમાં કથકલી, કૂડિયટ્ટમ. પંચવાદ્યમ, થાયામ્બકા અને પંચારિમેલમ જેવા અનેક શાસ્ત્રીય નૃત્યોનું આયોજન કરવામાં આવે છે.