વિસનગરમાં ટોળાએ દુકાનો બંધ કરાવાતાં બજારો બંધ રહ્યા, પોલીસ કાફલો ખડકાયો - Sandesh
  • Home
  • Mehsana
  • વિસનગરમાં ટોળાએ દુકાનો બંધ કરાવાતાં બજારો બંધ રહ્યા, પોલીસ કાફલો ખડકાયો

વિસનગરમાં ટોળાએ દુકાનો બંધ કરાવાતાં બજારો બંધ રહ્યા, પોલીસ કાફલો ખડકાયો

 | 1:30 am IST

। કડી, વિસનગર, ખેરાલુ,કલોલ ।

કડી શહેરમાં અંદાજીત ૨૦ થી ૨૫ જેટલા યુવાનો ભેગા થઇ જય સરદાર, જય પાટીદારના નારાઓ સાથે શહેરમાં બાઇક રેલી યોજી હતી. આ યુવાનોએ હાર્દિક પટેલને પોતાનું સમર્થન આપી આગામી સમયમાં સરકાર દ્વારા પાટીદારોની માંગણી સંતોષવામાં નહી આવે તો મોટા કાર્યક્રમો યોજવાની ચિમકીઓ ઉચ્ચારાઈ હતી. રેલી પાસ કાર્યાલયથી નીકળીને કડી શહેરના વિવિધ મારગો પર ફરીને થોળ રોડ પર પૂરી કરી હતી. રેલીના યુવાનો દ્વારા શાળા-કોલેજો બંધ કરાવવાના પ્રયાસ કરાયો હતો. રેલીના યુવાનોમાંથી ૩ ને પોલીસ દ્વારા અકટકાયત કરીને થોડીવારમાં છોડી મૂક્યા હતા. કડી તાલુકાના ખેરપુર(નંદાસણ)  ગામના પાટીદારો દ્વારા રામધૂન અને ભજનોના કાર્યક્રમો કરવામાં  આવ્યા હતા.હવે ધીરે ધીરે કડી તાલુકાના વિવિધ ગામોમાં રાત્રી દરમ્યાન હાર્દિક પટેલના સમર્થનમાં ભજનો સહિતના કાર્યક્રમો  યોજાવા લાગ્યા છે.

બુધવારે બપોરે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર મહિલાઓને દેખાવો કર્યા બાદ બજાર બંધ કરાવ્યાં હતાં. જ્યાં પોલીસ દિવસભર ખડેપગે રહી હતી. જ્યારે બીજા દિવસે ગુરૂવારે પણ એસ.સી એસ.ટી એક્ટ તેના મુળ સ્વરૂપમાં લાવવાના વિરોધમાં અપાયેલા બંધના પગલે સવારથી જ વિસનગર શહેરમાં અજંપાભરી સ્થિતી જોવા મળી હતી. લોકોનાં ટોળાં એમ.એન. કોલેજ સામેથી દુકાનો બંધ કરાવવા નિકળ્યા હતા. જી.ડી સર્કલ સુધી દુકાનો બંધ કરાવતાં બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. વિસનગર શહેરમાં સવારથી જ અવનવી અફવાઓએ જોર પકડતાં બજારો ખુલતાંની સાથે જ બંધ થઈ ગયાં હતાં. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને દુકાનો બંધ કરાવવા માટે નિકળેલા ટોળાને વિખેર્યું હતું. દિવસભર માટે શહેરમાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી. સતલાસણા તાલુકાના પાટીદાર સમાજના સરદાર પટેલ સેવા દળ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં સતલાસણાના લીમડીચોક ખાતે પ્રતિક ઉપવાસ ઉપર સભ્યો બેઠા હતા. એસ.પી.જી. ના પ્રમુખ કમલેશભાઈ પટેલએ જણાવ્યું હતુકે ઉપવાસ આંદોલન માટે મામલતદાર પાસે પરમિશન માંગવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર મામલતદાર તરફથી પરમીશન આપવામાં આવી નહોતી સતલાસણા એસ.પી.જી. ના સભ્યો સતલાસણા ખાતે આવેલ લીમડી ચોકના પટાંગણમાં સામૂહિક પ્રતિક ઉપવાસ ગુરૂવારના રોજ હાર્દિક પટેલના સમર્થનમાં અને તેમની પાટીદાર સમાજની જનજાગૃતિ અનામત માટેની માંગણી તથા ખેડૂતોના દેવા માફ જેવા પ્રશ્નો ની વાચા આપવા માટેની માંગણીઓ દોહરાવી હતી. અને પાટીદાર સમાજની સતલાસણા ખાતે ની તમામ દુકાનો અને વહેપાર ધંધા બંધ રાખીને ઉપવાસ આંદોલન અને રામધૂન કાર્યક્રમમાં તમામ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ઉપવાસની પરમીશન ન હોવા છતાં, ઉપવાસ ઉપર અને રામધૂન માટે બેઠેલા પાટીદારો માટે પોલીસ તરફથી પુરો સહકાર મળ્યો હતો.

તો બીજી બોજુ બુધવારે વડનગર તાલુકાના ઊંઢાઈ ગામે હાર્દિકના સમર્થનમાંપાટીદાર સમાજના વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનોએ રામધૂન કરી ભગવાન હાર્દિકને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

વિસનગર શહેરમાં ૧૦ વાગ્યાના સુમારે એમ.એન.કોલેજથી બાઈકો ઉપર નીકળેલા યુવાનોએ દુકાનો બંધ કરાવી હતી જેથી સ્ટેશન રોડ ઉપર તેમજ બસ સ્ટેન્ડ રોડ ઉપર અને બજારોમાં મોટાભાગે દુકાનો બંધ રાખી હતી.જે સાંજના સુમારે પાંચ વાગ્યા પછી થોડી દુકાનો ખુલી ગઈ હતી દિવસ દરમિયાન શહેર તેમજ તાલુકા પોલીસે સતત પેટ્રોલીંગ કર્યું હતું.જેમાં કોઈ અનિશ્ચિય બનાવ બનવા પામ્યો ન હતો.તેમજ શહેરના સંવેદનશીલ એરીયામાં પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા હતા.

મહેસાણામાં પણ પાસ કાયેકરો અને પાટીદારો ધ્વારા ગત રવિવારે રામધૂન અને એક દિવસીય પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યાં હતાં. જ્યારે મહેસાણા જીલ્લા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ, માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી સુધીરભાઈ પટેલ સહીત મહેસાણા જીલ્લાના અન્ય પાટીદારોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.

હાર્દિકના ઉપવાસ આંદોલનના ૧રમા દિવસ બાદ વિજાપુર તાલુકાના ગામડાંઓના પાટીદાર યુવાન અને મહિલાઓ દ્વારા રામધૂન અને થાળી-વેલણ સહિતના કાર્યક્રમો યોજીને સમર્થન આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુરૂવારના રોજ વિજાપુર નજીક આવેલા મોતીપુરા ગામે હાર્દિકના સમર્થનમાં ભેગી થયેલી ગામની મહિલાઓએ થાળી-વેલણ ખખડાવી ફરી એકવાર પોતાની લડતનો રણટંકાર કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. જ્યારે ગામના  પાટીદાર યુવાનો દ્વારા હાર્દિકના સમર્થનમાં એક દિવસીય પ્રતીક ઉપવાસ કર્યા હતા.