Vismay Shah BMW Case: Government Oppose Settlement
  • Home
  • Ahmedabad
  • વિસ્મય BMW કાંડ : બેફામ ચલાવી જીવ લે છે, હવે વળતર આપી સમાધાન

વિસ્મય BMW કાંડ : બેફામ ચલાવી જીવ લે છે, હવે વળતર આપી સમાધાન

 | 6:30 am IST

વિસ્મય હીટ એન્ડ રન કેસમાં મૃતક યુવક રાહુલના પરિવારના વકીલે ગુજરાત હાઈકોર્ર્ટમાં વળતરની રકમ અંગે સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ પર મૃતક રાહુલના પિતાના વકીલ અને વિસ્મયના વકીલે સહી કરી હતી.

બીજી તરફ, સરકારે વિરોધ કરતા કહ્યું હતુ કે, બેદરકારીભર્યુ ડ્રાઈવિંગ કરીને કોઈનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને હવે વળતર આપીને સમાધાન કરાય છે. આ વાત જ યોગ્ય નથી. સરકારે તો આ કેસમાં આરોપી વિસ્મયની સજા વધારવા માટેની માગ કરેલી છે. હાઈકોર્ટની પૂછપરછ બાદ, મૃતક રાહુલના પિતા ઘનશ્યામભાઈએ કહ્યું હતુ કે, તેઓ કોઈપણ પ્રકારના દબાણ વગર રાજીખુશીથી સમાધાન કરી રહ્યા છે. તેઓ વળતરથી સંતુષ્ટ છે.

બીજી તરફ, મૃતક શિવમના પિતા પ્રેમશંકરના બદલે તેના બનેવી લલિત શર્મા ( આર્મીના ભૂતપૂર્વ જવાન) હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, પ્રેમશંકર દવે ૧૭ ફેબ્રુઆરીએ હાજર રહે. જો, તેઓ હાજર નહીં રહે તો હાઈકોર્ટે આ મુદ્દે આદેશ કરશે. હાઈકોર્ટે કહ્યું છે કે, મૃતક શિવમના પરિવારને મળેલા વળતરની માહિતી તેમની પાસેથી જ જાણવા માગે છે.

પ્રેમશંકર વારંવાર ગેરહાજર રહે છે, જેના લીધે ચુકાદાને જાહેર કરવામાં વિલંબ થાય છે. પ્રેમશંકરના જમાઈએ કહ્યું હતુ કે તેના સસરાની તબિયત સારી નથી અને તેના સાસુ માનસિક રીતે દુઃખી છે, તેથી આવ્યા નથી. હાઈકોર્ટ આ કેસમાં ચુકાદો ૧૭ ફેબ્રુઆરીએ આપે તેવી સંભાવના છે. મહત્વનુ છે કે, ૧૩ ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં ૧૧મી વખત ચુકાદો મુલતવી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ પોરબંદરમાં મોડસ ઓપરેન્ડીથી રૂપિયા દોઢ કરોડની છેતરપિંડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન