NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Pics : કાચની છત, ચારે તરફ ફરી શકે એવી ખુરશીઓ અને હેંગિગ એલસીડીવાળો રેલવે કોચ માંડ્યો છે દોડવા

Pics : કાચની છત, ચારે તરફ ફરી શકે એવી ખુરશીઓ અને હેંગિગ એલસીડીવાળો રેલવે કોચ માંડ્યો છે દોડવા

 | 12:13 pm IST

મધ્ય રેલવેએ કોંકણવાસીઓ અને મુંબઈ-ગોવાનાં પર્યટકોને વિસ્ટાડોમ કોચની નવી ભેટ આપી છે. પહેલી જ વાર આ કોચ જોડેલી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આજે સવારે 5.25 વાગ્યે દાદરથી મડગાંવ (ગોવા) રવાના થઈ છે. આ એસી કોચમાં પ્રવાસીઓ એમની સીટ પર બેઠાં બેઠાં જ આરપાર દ્રશ્ય જોઈ શકે છે. વિસ્ટાડોમ કોચમાં કાચની છત હોય છે જેથી બહારનું દ્રશ્ય સીટ પરથી જ જોઈ શકાય.

આ સંપૂર્ણ કોચને 3.38 કરોડ રૂ.ના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં ખુરશીઓ રોટેબલ (ઘૂમી શકે એવી) હોય છે જેથી પ્રવાસી ચારેબાજુનું દ્રશ્ય સરળતાથી જોઈ શકે છે અને હેન્ગિંગ એલસીડી સ્ક્રીન હોય છે. આ કોચમાં 40 જેટલી સીટ છે અને એમાં ફુલ બુકિંગ થઈ ગયું છે.