નેત્રહીન સાગર બહેતીએ મુશ્કેલ ગણાતી બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • નેત્રહીન સાગર બહેતીએ મુશ્કેલ ગણાતી બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો

નેત્રહીન સાગર બહેતીએ મુશ્કેલ ગણાતી બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો

 | 2:04 am IST

બેંગ્લુરૂ, તા. ૧૮

બેંગ્લુરૂના સાગર બહેતીએ નેત્રહીન હોવા છતાં બોસ્ટન મેરેથોન પૂર્ણ કરી ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં એક ગૌરવશાળી અધ્યાય જોડી દીધો છે. આ મેરેથોનને ક્વોલિફાઈ કરવું પણ ઘણું મુશ્કેલ હોય છે ત્યારે સાગર બહેતીએ શારીરિક અક્ષમતાઓ છતાં ૪૨.૧૬ કિમીની આ મેરેથોનને ચાર કલાકમાં પૂર્ણ કરી હતી. સાગર બોસ્ટન મેરેથોનમાં ભાગ લેનાર પ્રથમ દૃષ્ટિહીન ભારતીય પણ બની ગયો હતો.

મેસચ્યૂસિટ્સ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ એન્ડ વિઝયુઅલી ઇમ્પેયર્ડ(સ્છમ્ફૈં) દ્વારા પણ બહેતીને પૂર્ણ સહયોગ મળ્યો હતો.

મરેથોનની તૈયારી માટે ૩૧ વર્ષીય સાગર સાતમી એપ્રિલથી બોસ્ટન પહોંચી ગયો હતો. જેથી તે અહીંના સમય અને વાતાવરણથી તાલમેલ મેળવી શકે. તેણે કોલેજના જૂના મિત્ર અને બોસ્ટન નિવાસી દેવિકા નારાયણની મદદથી આ મુશ્કેલ મેરેથોનને પૂર્ણ કરી હતી. મેરેથોનમાં ૩૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. ૨૦૧૭ બોસ્ટન મેરેથોન આ દશકની સૌથી ગરમ મેરેથોન હતી જે રીતે પણ સાગરની ઉપલબ્ધિ વિશેષ છે. સાગરની સફળતાના સાક્ષી તેના માતા-પિતા વિશ્વકાંત અને નરેશ બહેતી પણ બન્યા હતા. બહેતીના માતા-પિતા પણ પુત્રનો જોશ વધારવા અમેરિકા પહોંચ્યા હતા. સાગર હવે ભારત પરત ફર્યા પહેલાં આગામી સાતમી મેના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટમાં યોજાનાર હાફ મેરેથોનમાં ભાગ લેવાની યોજના બનાવી ઔરહ્યો છે.

ચાર વર્ષ પહેલાં ખબર પડી હતી કે, સાગરને સ્ટૈર્ગાડ રોગ હોવાની જાણ થઈ હતી. જેને કારણે તે સંપૂર્ણ દૃષ્ટિહીન થયો નથી પરંતુ તેને ચાર સેન્ટિમીટરથી દૂરનું જોવામાં સક્ષમ નથી. આ ઉપરાંત તેને રંગોમાં તફાવત કરવો પણ મુશ્કેલ છે. સાગરે આ પહેલાં લદાખ મેરેથોન, કૂર્ગ એસ્કેપેડ અને બેંગલોર અલ્ટ્રા મરેથોનમાં ભાગ લીધો હતો પરંતુ ભારત બહાર પ્રથમ વખત ભાગ લીધો હતો.