vitality blast 2020 jamie overton powerfull hit breaks viral video
  • Home
  • Featured
  • VIDEO: અરે પણ… આ ખેલાડીએ એવો ખતરનાક શોટ માર્યો કે, બેટ ભાંગી ગયું નેે હાથો જ હાથમાં રહ્યો

VIDEO: અરે પણ… આ ખેલાડીએ એવો ખતરનાક શોટ માર્યો કે, બેટ ભાંગી ગયું નેે હાથો જ હાથમાં રહ્યો

 | 5:40 pm IST

વાઈટૈલિટી બ્લાસ્ટ ટી-20 લીગમાં સસૈક્સ અને સર્રે વચ્ચે મેચ હતી. જેને સર્રેએ આરામથી જીતી લીધો હતો. આ સાથે જ સર્રે ક્વાટર ફાઈનલમાં પહોંચી ગયું હતું. પરંતુ મેચમાં કંઈક એવું થયું કે બધા જ જોતાં જ રહી ગયા. એ રીતે ઝાટકો લાગ્યો કે બધા હેરાન રહી ગયા. સર્રે તરફથી શાનદાર બેટિંગ કરનારી જૈમી ઓવરટને એવો શોટ માર્યો કે તેનું બેટ જ તૂટી ગયું અને હાથમાં માત્ર હાથો જ રહ્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઓવરટન લેગની તરફથી શોટ રમવાની કોશિશ કરે છે. શોટ એકદમ પરફેક્ટ લાગ્યો અને બાઉન્ડ્રી પર બોલ નીકળી ગયો. પરંતુ એ શોટ રમવામાં તેનું બેટ તૂટી ગયું છે અને એના હાથમાં માત્ર હાથો જ રહી ગયો હતો. ચોક્કો તો લાગી ગયો પણ બેટ નવું મંગાવવું પડ્યું હતું. ત્યારે હવે આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન