Vitamin-D Controls Diabetes by Reducing Fat in Women: Study
  • Home
  • Featured
  • વિટામિન-ડી મહિલાઓમાં ફેટ ઘટાડીને ડાયાબિટીસને કન્ટ્રોલ કરે છે: અભ્યાસ

વિટામિન-ડી મહિલાઓમાં ફેટ ઘટાડીને ડાયાબિટીસને કન્ટ્રોલ કરે છે: અભ્યાસ

 | 7:17 am IST
  • Share

  • મહિલાઓમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે 

  • પ્રી-ડાયાબિટિક મહિલાઓને ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતાઓ

ભારતીય મહિલાઓમાં વધતા વજન અને તેના પગલે વધતા ડાયાબિટીસની સમસ્યાનું નિવારણ લાવવા એક સંશોધન કરવામાં આવ્યું છે. એમ્સ અને ડાયાબિટીસ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા મહિલાઓમાં ફેટ અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માટે વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા છે.

સંશોધકોએ જણાવ્યું કે, હાલમાં ભારતમાં પ્રી-ડાયાબિટિક મહિલાઓનું પ્રમાણ વધારે છે. તેમને આગામી સમયમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ પૂરેપૂરી હોય છે. મહિલાઓમાં આ સ્થિતિ નિવારવા માટે તેમના શરીરનું ફેટ ઓછું કરીને વજન ઓછું કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

આ દિશામાં કરેલા સંશોધન બાદ તેમણે જણાવ્યું કે, પ્રી-ડાયાબિટિક મહિલાઓ દ્વારા વિટામિન ડીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આ સ્થિતિને નિવારી શકાય તેમ છે. તેણે આ માટે દરરોજ યોગ્ય સમયે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ અને શરીરને સીધી રીતે વિટામિન ડી મળે તે દિશામાં કામ કરવું જોઈએ.

સંશોધકોએ જણાવ્યું કે, તેમણે 20થી 60 વર્ષની સ્ત્રીઓનો અભ્યાસમાં સમાવેશ કર્યો હતો. આ તમામ મહિલાઓ પ્રી ડાયાબિટિક હતી. તેમનું વજન પણ યોગ્ય પ્રમાણ કરતા વધારે હતું. આ તમામ મહિલાઓને રેગ્યુલર ટ્રીટમેન્ટ સાથે વિટામિન ડીના સપ્લિમનેન્ટ્સ પણ આપવામાં આવ્યા હતા.

સંશોધકોએ જણાવ્યું કે, વિટામિન ડીને કારણે આ મહિલાઓના ફેટમાં અને સુગર લેવલમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે તેમનો ડાયાબિટીસ પણ યોગ્ય સ્તરે જળવાઈ રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો