Vivek Oberoi said, why women cannot go to Sabarimala temple
  • Home
  • Entertainment
  • Bollywood
  • સબરીમાલા મંદિરમાં જવાથી મહિલાઓને બાળકને જન્મ આપવામાં મુશ્કેલી થશે: વિવેક ઓબેરોય

સબરીમાલા મંદિરમાં જવાથી મહિલાઓને બાળકને જન્મ આપવામાં મુશ્કેલી થશે: વિવેક ઓબેરોય

 | 6:48 pm IST

બોલિવૂડ અભિનેતા વિવેકે ઓબેરોય ફિલ્મોમાં કામ કરવાની સાથે સામાજીક કાર્ય સાથે પણ જોડાયેલો રહે છે. તે કેન્સરના દર્દીઓ, પ્રોસ્ટિટ્યૂશનમાં ફસાયેલ મહિલાઓ અને શહિદોના પરિવારજનોની મદદ માટે કામ કરે છે. ખુબ ઓછા લોકોને જાણકારી છે કે વિવેક ઓબેરોય સબરીમાલા મંદીરમાં પણ જાય છે અને તે ત્યાંનો સ્વામી છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના જવા પર રોક છે અને ગત વર્ષોમાં આ વાત પર ખુબ જ વિવાદ પણ થયો છે. તાજેતરમાં જ વિવેકે આ વિશે ખુલીને વાત કરી છે.

વિવેકે સબરીમાલા મંદિર પર વાત કરતા એવું પણ કહ્યું કે, તેણે સપનામાં સબરીમાલા મંદિર જોયુ હતુ અને પોતાના મામાના કહેવા પર વર્ષ 1999માં તે પ્રથમવાર સબરીમાલા મંદિર ગયો હતો. તેણે જણાવ્યું કે ત્યારથી લઇ અત્યાર સુધી 20 વર્ષમાં તે સતત સબરીમાલા મંદિર જઇ રહ્યો છે.

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં વિવેકે કહ્યું,’હું મહિલાઓના અધિકાર માટે સતત કામ કરી રહ્યો છું. જ્યારે લોકો સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે મને લાગ્યું કે, તેઓ કદાય સબરીમાલા મંદિર ગયા જ નથી અથવા તેના વિશે કંઇ જાણતા જ નથી. જો સબરીમાલાના દરવાજા ખોલી દેવાથી મહિલાઓનું ભલું થાય છે તો આવું કરી દેવુ જોઇએ પરંતુ જે લોકોની સબરીમાલામાં આસ્થા છે, તે લોકો વિશે પણ એકવાર વિચારી લેવું જોઇએ.’

આ મુદ્દા પર આગળ વાત કરતા વિવેકે જણાવ્યું કે, એવું વૈજ્ઞાનિક રીતે માનવામાં આવે છે કે, સબરીમાલા મંદિરમાં જે એનર્જી છે તેથી મહિલાઓના હોર્મોન્સ અને માસિક ધર્મમાં મુશ્કેલી આવી શકે છે અને આથી તેમને ભવિષ્યમાં ગર્ભવતી થવામાં અડચણ આવી શકે છે. તેણે એવું પણ કહ્યું કે, આ તેના અંગત વિચાર છે અને તે એવું માને છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ 25મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ થશે શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન