vivek oberoi says many article written on his bollywood career
  • Home
  • Entertainment
  • Bollywood
  • 15 વર્ષથી બોલિવૂડમાં હોવા છતાં કંઈ ઉકાળી ન શકનાર અભિનેતાનું દર્દ છલક્યું, કહ્યું-હું પહેલો…

15 વર્ષથી બોલિવૂડમાં હોવા છતાં કંઈ ઉકાળી ન શકનાર અભિનેતાનું દર્દ છલક્યું, કહ્યું-હું પહેલો…

 | 10:25 am IST

બોલિવૂડમાં પોતાનું કરિયર પુરુ થવાની ખબરો પર અભિનેતા વિવેક ઓબરોયએ હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે તેના જીવન અને કરિયરને લઈને ઘણી વાતો લખવામાં આવી છે. તેનું કહેવું છે કે તે એક યોદ્ધા છે અને આ બધા સામે લડવાનું તેને આવડે છે.

એક પોર્ટલ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે, હું કદાચ દુનિયાનો પહેલો એવો માણસ છું કે જેની પાસે કરિયર ખત્મ કરવાની ખબરોના લિસ્ટનો વિશ્વ રેકોર્ડ છે. ‘એનું કામ થઈ ગયું’, ‘હવે તે ક્યાંય નહીં ચાલે’, ‘આના પછી તેનું કરિયર ખત્મ’. આવી બધા ખબરો પર હું હસું છું કારણ કે આવું બધું સાંભળવાથી હું ટેવાઈ ગયો છું.

અભિનેતાએ આગળ કહ્યું કે, મારે ઘણી બેરોજગારીથી લઈને બીજી કેટલીય અજીબ વસ્તુઓનો સામનો કરવો પડ્યો. અને કદાચ બની શકે કે આ બધા પર હું એક દિવસ બાયોગ્રાફી લખું પણ ખરો. ઉલ્લેખનીય છે કે 15 વર્ષથી બોલિલૂડમાં વિવેક છે પરંતુ હજું કંઈ ખાસ ઉપલબ્ધિ એના નામે નથી.

વિવેક ઓબરોય જલ્દી જ અમેજોન પ્રાઈમ વીડિયોની સિરીઝ ઈનસાઈડ એજમાં જોવા મળશે. ડિઝીટલ દુનિયામાં આ તેનું ડેબ્યૂ હશે. આ સીરિઝમાં વિવેક સિવાય ઋચા ચઢ્ઢા, સયાની ગુપ્તા, અંગદ બેદી, સપના પબ્બી જેવા કલાકારો પણ જોવા મળવાના છે. 6 ડિસેમ્બરે આ સીરિઝ પ્રસારિત થશે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં શાળાના ક્વાર્ટરમાંથી દારૂ મળવાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન