vivo 100 percent cashback happiness offer
  • Home
  • Technology
  • Freeમાં મળશે vivo સ્માર્ટફોન, ખાસ ઓફરની જાણો વિગત

Freeમાં મળશે vivo સ્માર્ટફોન, ખાસ ઓફરની જાણો વિગત

 | 11:29 am IST

તહેવારોની મોસમ શરૂ થતા દરેક કંપની ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા અવનવી ઓફર બહાર પાડે છે. તાજેતરમાં સ્માર્ટફોન કંપનીઓ પોતાના હરીફોથી આગળ રહેવા લાભકારક ઓફરો આપી રહે છે. જેમકે વીવો સ્માર્ટફોન કંપની ગ્રાહકોને 100 ટકા કેસબેક પણ આપી રહી છે. વીવોએ દિવાળીના ખાસ પ્રસંગે 100 ટકા હેપીનેસ ઓફર શરૂ કરી છે. જે હેઠળ સ્માર્ટફોનની ખરીદી પર 100 ટકાનું કેશબેક મળી રહ્યું છે. એવામાં વીવો વી11 પ્રો, વીવો વી11, વીવો વીX21 અને વીવી નેક્સ જેવા સ્માર્ટફોનને તમે 100 ટકા કેશબેકની સાથે ખરીદી શકો છો.

વીવો ઈન્ડિયાએ આ ઓફર માટે બજાજ ફિનસર્વ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઑનલાઈન અથવા ઑફલાઈન બંને સ્ટોરમાંથી ફોન ખરીદવાથી તમને લાભ થશે. આ ઑફર હેઠળ તમને આ ચાર ફોનમાંથી કોઈ પણ એક ફોન પર 100 ટકાનું કેશબેક મળશે. વીવોની આ ઑફર 15 નવેમ્બર સુધી છે.

100 ટકા કેશબેકનો અર્થ એ છે કે વીવો વી11 પ્રો, વીવો વી11, વીવો વીX21, અને વીવી નેક્સમાંથી કોઈ પણ ફોન ખરીદી શકો છો. ત્યારબાદ 110 લકી ગ્રાહકોની યાદી નિકાળવામાં આવશે અને 110 ગ્રાહકોમાંથી કોઈ પણ એકને ફોનની કિંમતના સંપૂર્ણ પૈસા પાછા આપવામાં આવશે.

કોઈ કારણોસર જો તમને 100 ટકા કેશબેક મળતુ નથી. તો પણ તમને 500 રૂપિયાનું કેશબેક તો મળશે જ. આ કેશબેક બજાજ ફિનસર્વ લિંક મોબિક્વિક વૉલેટમાં આવશે. ઉલ્લેખનીય છે કે વીવો વી11પ્રો કિંમત 25,900 રૂપિયા, વીવો વી11ની કિંમત 20,990 રૂપિયા, વીવો વીX21ની કિંમત 31,990 રૂપિયા અને વીવી નેક્સની કિંમત 44,900 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન