vivo nex 3 and vivo nex 3 5g with waterfall display launched
  • Home
  • Featured
  • વોટરફોલ ડિસ્પ્લેની સાથે 64MPના કેમેરાથી સજ્જ 5g સ્માર્ટફોન થયો લોન્ચ

વોટરફોલ ડિસ્પ્લેની સાથે 64MPના કેમેરાથી સજ્જ 5g સ્માર્ટફોન થયો લોન્ચ

 | 2:43 pm IST

vivo nex 3 and vivo nex 3 5g with waterfall display launched

Vivo Nex 3 અને Vivo Nex 3 5G સ્માર્ટફોન્સને લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનનું વેચાણ ચીનમાં 21 સપ્ટેમ્બરના રોજ થશે અને મળેલ માહિતી પ્રમાણે આગામી મહિનાઓમાં તેને એશિયા પેસિફિક, સાઉથ ઇસ્ટ એશિયા અને અન્ય બજારોમાં વેચાણ માટે મુકવામાં આવશે.

આ ડિવાઈઝમાં સાઇડમાં પ્રશેર-સેન્સિટિવ બટન્સ આપવામાં આવ્યા છે, જેનાથી યુનિક વાઇબ્રેટીંગ એક્સપિરિયન્સ મળે છે. ફોનના ખાસ ફિચર્સની વાત કરીએ તો રિયરમાં 64 એમપી પ્રાઇમરી કેમેરા, સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર અને 44 ડબ્લ્યુ અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500mAh ની બેટરી આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે Vivo Nex 3-Vivo Nex 35G ફોન્સમાં રિયરમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ રિયરમાં 64 MP પ્રાઇમરી કેમેરો છે.

આ સ્માર્ટફોનના વિશેષ ફિચર્સ:

આ બંને ફોન્સ એન્ડ્રોઇડ પાઇ બેઝ્ડ Funtouch OS 9.1 આપવામાં આવ્યો છે. ડ્યુઅલ સિમ સપોર્ટ વાળા આ ફોન્સમાં 99.6 સ્ક્રીન ટૂ બોડી રેશ્યો અને HDR10 ની સાથે 6.89-ઇંચ ફૂલ-HD+ (1080×2256 પિક્સેલ) Amoled નોચ લેસ વોટર ફોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન્સમાં 12 GB સુધી રેમ, 512 GB સ્ટોરેજ અને Adreno 640 GPUની સાથે 2.96 GHZ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે Vivo Nex 3 અને Vivo Nex 35G ફોન્સના રિયરમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સેટઅપમાં 64 MP મેન સેમસંગ GW1 સેન્સર, 13 MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને 10X ડિજિટલ ઝૂમની સાથે 13 MP ટેલીફોટો સેન્સર અપાયું છે. તેમા ફ્રન્ટમાં 16 MP પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન્સની બેટરી 4500 mAhની છે અને તે 44 W અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિગનો સપોર્ટ પણ અપાયો છે.

Vivo Nex 3ની કિંમત 8 GB+128 GB વેરિએન્ટ માટે CNY 4998 ( 50,600 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે Vivo Nex 3 5Gની
કિંમત 8 GB+ 256 GB વેરિએન્ટ માટે 57,700 રૂપિયા અને 12GB + 256GB વેરિએન્ટ માટે 62,700 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન્સ બ્લેક અને વાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે.

આ વીડિયો પણ જુઓ: ટ્રાફિકના નવા નિયમો પર સુરત અને વડોદરાથી લાઇવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન