સ્માર્ટફોનમાં નવું ફીચર લાવનાર વિશ્વની પહેલી કંપની બનશે Vivo - Sandesh
  • Home
  • Technology
  • સ્માર્ટફોનમાં નવું ફીચર લાવનાર વિશ્વની પહેલી કંપની બનશે Vivo

સ્માર્ટફોનમાં નવું ફીચર લાવનાર વિશ્વની પહેલી કંપની બનશે Vivo

 | 4:07 pm IST

કેટલાંક મહિનાઓથી અફવા ફેલાવામાં આવી રહી છે કે વીવો વિશ્વમાં પહેલી એવી કંપની છે જે સ્માર્ટફોન અંડરડિસ્પ્લે ફિંગર પ્રિંટ સ્કેનર લઈને આવશે. જો કે, આ વાતની પુષ્ટી હજુ સુંધી કરવામાં આવી નથી. હવે કંપનીએ આ અફવાઓ પર બ્રેક લગાવતા લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2018માં ડિવાઈસને લોન્ચ કર્યુ અને આ અફવા વિશે પણ નિવેદન આપ્યું હતું.

ગત વર્ષે ડિસેમ્બરમાં Synapticsએ સ્માર્ટફોન માટે એક ફિંગર પ્રિન્ટ સ્કેનરની જાહેરાત કરી હતી, જે ડિસ્પ્લેની અંદર લગાવામાં આવી શકે છે. કંપનીએ કહ્યું કે, ‘ટાયર 1’ કંપની આવો પહેલો ફોન CES 2018માં લોન્ચ કરશે.

હવે વીવોએ આ ટેક્નોલોજી લાવશે તે વાતની પુષ્ટી કરી દીઘી છે અને લાસ વેગાસમાં આ ડિવાઈસને લોન્ચ પણ કરવામાં આવ્યું છે. આવું કરવાથી કંપની વિશ્વમાં પહેલી એવી કંપની બની જશે જે કોઈ પણ સ્માર્ટફોનમાં ટેક્નોલોજીને લાવશે.

આ ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મેનબાર્ડ અને OLED પેનલની વચ્ચે હશે અને તે આંગળીને આળખી બતાવશે. પછી પ્રકાશના કિરણો આગળની પ્રોસેસ કરશે.

વીવોના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ એલેક્સ ફેંગએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ફોન માસ પ્રોડક્શન માટે તૈયાર છે અને તેને 2018માં જલ્દી લોન્ચ કરવામાં આવશે.

તેને બનાવનાર કંપની Synapticsએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ સ્કેનરનું સિક્યોરિટીનું સ્તર હાલમાં ફ્લેગશિપ ડિવાઈસ જેવુ હશે. તેમાં vivo X20 અને Samsung Galaxy S8 પણ સામેલ છે.