Vivoએ ભારતમાં લોન્ચ કર્યો આ નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ - Sandesh
  • Home
  • Technology
  • Vivoએ ભારતમાં લોન્ચ કર્યો આ નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Vivoએ ભારતમાં લોન્ચ કર્યો આ નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

 | 9:55 am IST

Vivo ઇન્ડિયાએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y71ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. ગ્રાહક આ ફોનને 16 એપ્રિલે Flipkart, amazon અને Paytmથી ખરીદી શકશે.

Vivo Y71ના Specification નીચે પ્રમાણે છે…
– Vivo Y71 ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે અને 8.1 ઓરિયો બેસ્ડ કંપની ના કસ્ટમ સ્કિન ફનટચ પણ ચાલે છે.
– આ સ્માર્ટફોનમાં 18:9 રેશ્યો સાથે 6 ઇંચ ફૂલવ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોનમાં 3GB RAM સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
– આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ તો રિયરમાં PDAFની સાથે 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે જ્યારે ફ્રન્ટમાં 5MPનો કેમેરો આપ્યો છે.

– આ સ્માર્ટફોનમાં કંપનીએ રિયર કેમેરા માટે લાઈટ ઓપ્ટિમાઈજેશન ફીચર આપવામાં આવ્યું છે.
– આ સ્માર્ટફોનમાં ઇન્ટરનલ મેમેરી 16GBની છે.
– આ સ્માર્ટફોનમાં 3360mAhની બેટરી આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોનની કિંમત 10,990 રૂપિયા રાખવામાં આવી છે.
– આ સ્માર્ટફોન ગ્રાહકોને ગોલ્ડ અને મેટ બ્લેક કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવ્યું છે.