Vivo Z1 Pro With Snapdragon 712 SoC, Punch-Hole Camera Launched
  • Home
  • Technology
  • ભારતમાં લોન્ચ થયો Vivo Z1 Proનો ધાંસુ સ્માર્ટફોન, જાણો તેના દમદાર ફીચર્સ

ભારતમાં લોન્ચ થયો Vivo Z1 Proનો ધાંસુ સ્માર્ટફોન, જાણો તેના દમદાર ફીચર્સ

 | 3:16 pm IST

સ્માર્ટફોન કંપની Vivoએ ભારતમાં Z સીરીઝની સાથે Vivo Z1 Proને લોન્ચ કર્યો છે. વીવો Z1પ્રો ત્રણ વેરિયન્ટ સાથે આવે છે. તેના 4GB+64GB વેરિયેન્ટની કિંમત 14,990 રૂપિયા છે, 6GB+64GBની કિંમત 16,990 રૂપિયા છે. જ્યારે 6GB+128GB ટોપ વેરિયેન્ટની કિંમત 17,990 રૂપિયા છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ અને vivo.com પર 11 જુલાઈથી વેચાણ શરૂ થશે.

આ ભારતમાં પ્રથમ સ્માર્ટફોન છે જેમાં પંચ-હોલ ફ્રંટ કેમેરો છે. આ સ્માર્ટફોન ગ્રેડિએન્ટ ફિનિશથી ભરપૂર છે અને આ સોનિક બ્લૂ, સોનિક બ્લેક, અને મિરર બ્લેક કલર સાથે ઉપલબ્ધ થશે.

વીવો Z1 પોમાં 6.52 ઈંચની ફુલ HD ડિસ્પ્લે છે. જેનું સ્ક્રિન રેઝલ્યૂશન 2280*1080 પિક્સલ છે. આ સ્માર્ટફોન ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર એડ્રિનો 616 GPUની સાથે આવે છે.

વીવો Z1 પ્રોમાં કેમેરાની વાત કરવામાં આવે તો, ત્રણ કેમેરા સેટએપ છે. તેમાં 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સલનો વાઈડએન્ગલ કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરો છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાને પંચ-હોલ ડિઝાઈન સાથે આપવામાં આવ્યો છે.

વીવો Z1 પ્રો FunTouch OS 9 UI પર આધારિત એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ડિવાઈઝમાં બેસ્ટ પર્ફોમન્સ માટે મલ્ટી ટર્બો ફીચર છે જે સેન્ટર ટર્બો, AI ટર્બો, નેટ ટર્બો, કૂલિંગ ટર્બો, અને ગેમ ટર્બોની સાથે આવે છે.

આ સ્માર્ટફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAHની બેટરી છે. વીવો Z1માં પાછળ ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને સાથે જ ફેસ અનલોક સપોર્ટ પણ મળે છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, બ્લૂટૂથ 5.0, વાઈ-ફાઈ, GPS, GLONASS, ડ્યુઅલ સિમ અને માઈક્રો USB પોર્ટ વગેરેની સુવિધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન