vivo z5x before India launch know features and specifications
  • Home
  • Featured
  • ભારતમાં લોન્ચ પહેલા આ સ્માર્ટફોનના લિક થયા ફિચર્સ અને કિંમત

ભારતમાં લોન્ચ પહેલા આ સ્માર્ટફોનના લિક થયા ફિચર્સ અને કિંમત

 | 4:09 pm IST

ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોએ ભારતમાં ઝેડ-સિરીઝનો પ્રથમ સ્માર્ટફોન Vivo Z5x લોન્ચ કરશે. આ માટે, કંપનીએ ઘણા ટીઝર્સને રિલીઝ કર્યા છે. આ ઉપરાંત, ફોનની ઘણી લીક્સ પણ પહેલા આવી છે. આ વિવો સ્માર્ટફોન ઘણી બધી રીતે વિશિષ્ટ છે. આ માટે ઘણા કારણો છે. આજે અમે તમને જણાવીશું કે Vivo Z5xમાંકયા ફિચર્સ આપવામાં આવશે જે આજ સુધી સ્માર્ટફોનમાં આપવામાં આવ્યા નથી. આ સ્માર્ટફોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન Vivo Z5x માટે હાલ તારીખને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. થોડા દિવસો પહેલાં કંપનીએ ચીનમાં Vivo Z5x સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ટ્રિપલ રિયર સેટઅપ છે અને તેની બેટરી 5000 mAhની છે. આ ઉપરાંત રિયર ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર પણ આપવામાં આવ્યું છે.

તથા સ્માર્ટફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 710 processor છે. જે એંડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 1080×2340 પિક્સલ છે. તેમાં 8જીબી રેમ લાગેલી છે. 16MP+8MP+2MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 16MP નો છે. સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 128જીબી છે, જેને માઇક્રો એસડીની મદદથી 256 સુધી વધારી શકાઇ છે.

ચીનમાં Vivo Z5x ની શરૂઆતી કિંમત 14400 રૂપિયા છે. સ્માર્ટફોનના ચાર વેરિએન્ટને ઉતારવામાં આવ્યા છે. 4GB+64GB વેરિએન્ટની કિંમત 14400 રૂપિયા, 6GB+64GB વેરિએન્ટની કિંમત 15400 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 17400 રૂપિયા અને 8GB+128GB વેરિએન્ટની કિંમત 20500 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

pghb.sandesh.home.js pghb.sandesh.js