ના રોટી- ના ખાંડ, પાણી પરદેશી, 'વીકે`નો આ છે ફિટનેસ મંત્ર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ના રોટી- ના ખાંડ, પાણી પરદેશી, ‘વીકે`નો આ છે ફિટનેસ મંત્ર

ના રોટી- ના ખાંડ, પાણી પરદેશી, ‘વીકે`નો આ છે ફિટનેસ મંત્ર

 | 12:57 pm IST

ભારતમાં તાજેતરના સમયમાં ક્રિકેટ પ્રત્યેની ઘેલછામાં વધારો થયો છે. ક્રિકેટરોમાં પણ ફિટનેસ પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો છે. આ માટે ખેલાડીઓ નિયમિતપણે જીમમાં જવા ઉપરાંત ખોરાક પર પણ ધ્યાન આપે છે. ભારતના વિવિધ ખેલાડીઓની વાત કરીએ વિરાટ કોહલીનો અચૂક ઉલ્લેખ કરવો પડે. આ ક્રિકેટર ફિટ અને હિટ રહેવા માટે શું ખાય છે અને કસરત કરવા તે જાણીશું. વિશ્વના સૌથી વધારે ફિટ ખેલાડીઓમાં વિરાટ કોહલી (વીકે)ની પણ ગણના થાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સ્ટાઈલિસ્ટ બેટ્સમેન છે. અનેક ક્રિકેટરો તેમની સ્ટાઈલની નકલ પણ કરે છે. ફિટ રહેવા માટે વિરાટ નિયમિતપણે જીમ જાય છે. તેઓ જીમમાં કેટલો સમય પસાર કરે છે અને કેવી એકસરસાઈઝ કરે છે અને કેવો ડાયટ ફોલો કરે છે તેની અહીં જાણકારી મેળવીશું.

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ફિટ ખેલાડીઓમાં વિરાટ કોહલીની ગણના થાય તે સહજ છે. વિરાટ ફ્રાન્સથી મંગાવેલું પાણી જ પીવે છે. ઈવિયાન બ્રાન્ડના આ એક લીટર પાણીનો ભાવ રૂ. 600 છે.

એક સમય જંક ફૂટ અને મટનનો ચસ્કો ધરાવતાં વિરાટ કોહલીએ છેલ્લાં આઠ મહિનાથી રોટલી અથવા બ્રેડને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. ભારતમાં હોય કે વિદેશમાં તેઓ સાલ્મન ફિશ અને લેમ્બ જ ખાય છે. તેમના ભોજનમાં કાર્બોહાઈડ્રેટની હાજરી હોતી જ નથી.

વિરાટના કોચે જણાવ્યું હતું કે તે ઘરે આવે છે ત્યારે પેક્ડ જ્યૂસ પીતા જ નથી. માત્રને માત્ર ફ્રેશ જ્યુસ જ તેને આપવું પડે છે. તે માત્ર પ્રોટિન જ લે છે. રોટી ખાતો નથી. ગ્રિલ્ડ અથવા બાફેલું ભોજન જ ખાય છે. તેની કોફીમાં ખાંડ હોતી જ નથી.

વિરાટે એક ટીવી શોમાં જણાવ્યું હતું કે તે ટ્રેનિંગ વખતે ચાર કલાક જીમમાં પસાર કરે છે, પરંતુ ક્યારેક જીમમાં અડધો કલાક જ જીમમાં પસાર કરી શકે છે.