Vladimir Putin Is Suffering From Cancer Will Step Down From Presidential Post
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કેન્સર, ગમે તે છોડી શકે છે પદ : ટીકાકારનો દાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કેન્સર, ગમે તે છોડી શકે છે પદ : ટીકાકારનો દાવો

 | 3:29 pm IST
  • Share

રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) બંધારનમાં સંશોધન કરવાની સાથે જ 2036 સુધી પદ પર રહેવા માટે યોગ્ય બની ગયા હતાં. જોકે પુતિન 2021ની શરૂઆતમાં જ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું (Putin Resignation) આપી દેશે. કારણ કે પુતિન કેંસર (Censer) થી પીડિત છે અને તેમની તબિયત હવે સારી નથી રહેતી. આ દાવો પુતિનના આકરા ટીકાકારે કર્યો છે. 

પુતિનના ટીકાકાર વૈરલી સોલોવી (Valery Solovei) એ અગાઉ એવો પણ દાવો કરી ચુક્યા છે કે, પુતિનને પાર્કિંસન્સનની (Parkinson)બિમારી છે. માતે તેમની તબિયત નાદુરસ્ત રહે છે. વૈરલીએ તો એવો પણ દાવો કર્યો છે કે, પુતિન બે બિમારીઓથી પીડાઈ રહ્યાં છે. તેમને સાઈકો-ન્યૂરોલોજિકલ અને કેંસરની ગંભીર બિમારી છે.

વૈલરીએ આ અગાઉ દાવો કર્યો હતો કે, પુતિનને પાર્કિંસન્સ ડિસીઝ છે. હવે તેમણે સૂત્રોના હવાલેથી એવો દાવો કર્યો છે કે, પુતિનનું સ્વાસ્થ્ય ખરાબ છે. તેઓ બે બિમારીઓનો શિકાર છે. જોકે વૈલરીએ કહ્યું હતુ કે, તે પોત્તે કોઈ ડૉક્ટર નથી કે પુતિનને લઈને ચોક્કસ જાણકારી આપી શકે અને નૈતિક રૂપે તેમને આ વાત જાહેર કરવાનો અધિકાર પણ નથી. વૈલરી આ અગાઉ એવો પણ દાવો કરી ચુક્યા છે કે, વર્તમાન વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પુતિનની સર્જરી થઈ હતી.

તો કોણ બનશે રાષ્ટ્રપતિ?

પુતિનને રાષ્ટ્રપતિ પદેથી હટાવવાની સ્થિતિમાં રશિયાની ધુરા કોના હાથમાં જશે? આ મામલે વૈલરીએ કહ્યું હતું કે, આ યાદીમાં પુતિનની દિકરી કૈટરિનાનું નામ પણ શામેલ છે. હાલ તે આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ પ્રોગ્રામને લીડ કરી રહી છે. આ અગાઉ તે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે દેશની કોરોના વાયરસ વેક્સીન સ્પુતનિક V ની તેના પર ટ્રાલય કરવામાં આવી હોવાનો પુતિને દાવો કર્યો હતો.

પુતિન ઉપરાંત આ વર્ષે PM પદેથી રાજીનામું આપી ચુકેલા દિમિત્રી મેદવેદેઅ અને દેશના કૃષિમંત્રી દિમિત્રી પત્રુશેવને પણ દાવેદાર માનવામાં આવે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુતિન બિમાર હોવાની કે પદ પરથી રાજીનામું આપવાના હોવાની અટકળો ફગાવી દીધી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન