NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • બહારની ચીકી,ઉંધિયૂ લેતા પહેલા આ તસવીરો ચોક્કસ જોઈ લેજો

બહારની ચીકી,ઉંધિયૂ લેતા પહેલા આ તસવીરો ચોક્કસ જોઈ લેજો

 | 9:44 am IST

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઉતરાયણ પર્વ વેળાએ વેચાતા ઉંધિયા, જલેબી, તલની ચીકી, સિંગની ચીકી, તલ સાંકળી બનાવવા માટે વપરાતા ગોળનું વેચાણ કરતા વેપારીઓ તથા આ ખાદ્ય પદાર્થ તૈયાર કરવા માટે વપરાતા કાચા માલસામાન જેવા કે, ઘી, તેલ, બેસન, તેજાના, મસાલા વગેરેનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાત વેપારીઓને ત્યાંથી નમૂના લઇને મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.

અધિક આરોગ્ય અમલદારના જણાવ્યા મુજબ, ઉતરાયણના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ચીકી, ઉંધીયુ, જલેબીના વેચાણ કરનારાઓ હલકી ગુણવત્તાનો કાચો માલ ન વાપરે તે માટે ચેકિંગ પણ ચાલુ રાખવામાં આવશે.

ગઇકાલે વાડી ટાવર વિસ્તારની દુકાનમાંથી તલ તેમજ ગોળના નમૂના લેવાયા હતા. મકરપુરા જીઆઇડીસી વિસ્તારના ઉત્પાદકને ત્યાંથી તલની ચીકી અને સિંગની ચીકી મળીને કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા. આજે સમા વિસ્તારમાંથી તલના નમૂના, હાથીખાના વિસ્તારમાંથી તલ અને ગોળના નમૂના, ઓ.પી.રોડ વિસ્તારની દુકાનમાંથી તલનો નમૂનો, રાજમહેલ રોડ વિસ્તારની દુકાનોમાંથી ઉંધીયાના નમૂના તથા ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા. ફતેગંજ વિસ્તારની દુકાનમાં તથા નિઝામપુરાની ચીકી બનાવતી ફેક્ટરી ઉપર સિંગ ચીકી લૂઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં હાઇજેનિક કન્ડિશનમાં કામગીરી થતી ન હોવાનું જણાઇ આવતા શિડયુઅલ ૪ મુજબની નોટિસ આપવામાં આવી હતી. ફૂડ સેફ્ટ એક્ટ અંગે પણ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે.