VMC Election Result Live: Know All Updates Of Vadodara Result
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • VMC Election Result: વડોદરામાં BJPનો ભગવો લહેરાયો, 69 બેઠકો સાથે સતત ચોથી વખત સત્તા કબજે કરી

VMC Election Result: વડોદરામાં BJPનો ભગવો લહેરાયો, 69 બેઠકો સાથે સતત ચોથી વખત સત્તા કબજે કરી

 | 7:40 pm IST
  • Share

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (VMC Election Result) પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી. જે બાદ EVM મશીનની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જો કે મતગણતરીની શરૂઆત પહેલાં જ એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

જાણો વડોદરા મનપાની ચૂંટણી પરિણામનાં પળેપળનાં અપડેટઃ

  • વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે.
  • વડોદરામાં અત્યાર સુધીમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
  • કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી છે.
  • વોર્ડ નં-2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે.
  • વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-6માં એકવાર રિકાઉન્ટિંગ કર્યાં બાદ ફરીથી રિકાઉન્ટિંગની માગ સાથે સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. જ્યાં પોલીસ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે.
  • વડોદરામાં સતત ચોથી વખત ભાજપની સત્તા
  • વડોદરામાં ભાજપ 69, કોંગ્રેસ 7 બેઠક પર જીત
  • સતત 6 ટર્મથી જીતતા ચિરાગ ઝવેરીની હાર
  • 51 બેઠક પર જીત સાથે ભાજપ આગળ, કોંગ્રેસને માત્ર 7 બેઠક 
  • વડોદરામાં ભાજપ સતત ચોથી વખત કોર્પોરેશનનું શાસન સંભાળશે
  • વડોદરામાં રુઝાનમાં હાલ ભાજપને 43 બેઠક મળી રહી છે. વડોદરામાં સત્તા માટે 39 બેઠક જોઈએ છે. અને હજુ
  • હજુ 28 બેઠકની ગણતરી બાકી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠક મળી છે. 
  • વડોદરામાં વોર્ડ 4ની મતગણતરી અટકાવી દેવામાં આવી છે. કોંગ્રેસે ઈવીએમ બદલાયા હોવાની ફરિયાદ કરી છે
  • 36 બેઠક પર ભાજપનો વિજય, 9 બેઠક પર કોંગ્રેસની જીત
  • વડોદરામાં વોર્ડ 10માં ભાજપ પેનલની જીત
  • વોર્ડ 7માં ભાજપ પેનલની જીત
  • વોર્ડ 1માં સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલની હાર
  • વડોદરા વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક
  • વડોદરા વોર્ડ – 13માં કોંગ્રેસના બાળું સુર્વેની જીત
  • વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની પેનલની જીત
  • મતગણતરીની શરૂઆત પહેલાં જ એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ
  • વડોદરા મનપાની 76 બેઠકની મતગણતરી

પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે.

ગઈકાલ રવિવારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે ૪૭.૮૪ ટકા મતદાન થયુ હતુ. હવે, આવતીકાલ મંગળવારે શાસ્ત્રી બ્રીજ પાસે આવેલ પોલિટેક્નીક કોલેજ ખાતે સવારે ૯ કલાકથી મત ગણતરી શરૃ થશે. ત્યાં અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે પોલિટેક્નીક કોલેજ પરિસરને એસ.આર.પી., બીએસએફ અને સ્થાનિક પોલીસ એમ થ્રી લેયરની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. કયાં ૭૬ ઉમેદવારો જીતશે અને કયા ૨૦૩ ઉમેદવારે ઘરભેગાં થશે તે વિશે આજે લોકશાહીના મહાપર્વમાં જનતાનો ચુકાદો આવશે. જેને લઈને છેલ્લી ઘડીઓ સુધી ૨૭૯ ઉમેદવારોના જીવ અધ્ધર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન