Vodafone and Airtel Hikes Their Terrif Plan from 1 Dec 2019
  • Home
  • Featured
  • વોડાફોન અને એરટેલનાં ગ્રાહકો માટે મોટા ખરાબ સમાચાર, ભારે નુકસાનને કારણે ભર્યું આ પગલું

વોડાફોન અને એરટેલનાં ગ્રાહકો માટે મોટા ખરાબ સમાચાર, ભારે નુકસાનને કારણે ભર્યું આ પગલું

 | 10:32 pm IST

હાલમાં જ એરટેલ અને વોડાફોન આઈડિયાને 74 હજાર કરોડની ખોટ થઈ છે. જેને કારણે બંને કંપનીઓ પર આર્થિક આફત આવી ચઢી છે. તેવામાં વોડાફોન અને એરટેલે પોતાના ટેરિફ પ્લાનમાં વધારવાનો નિર્ણય કર્યો છે. આ મોંઘા થયેલાં ટેરિફ પ્લાન 1 ડિસેમ્બરથી લાગુ થશે.

વોડાફોને એક નિવેદનમાં કહ્યું છે કે, એ સુનિશ્ચિત કરવા માટે અમારા કસ્ટમર વર્લ્ડ ક્લાસ ડિજિટલ એક્સિપિરિયન્સને માણી શકે, તે માટે અમે 1 ડિસેમ્બર 2019થી અમારા ટેરિફની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે હજુ સુધી વોડાફોને એ ખુલાસો નથી કર્યો કે, આ નવી કિંમતો કેટલી વધારવામાં આવશે.

વોડાફોને ટેરિફ પ્લાનમાં વધારાની જાહેરાત કર્યાની થોડી જ ક્ષણો બાદ એરટેલ પણ પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. એરટેલે એક નિવેદનમાં કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે ટ્રાઈ ભારતીય મોબાઈલ ક્ષેત્રમાં મૂલ્ય નિર્ધારણમાં તર્કસંગતતા લાવવા માટે વિમર્શ કરશે અને નવી કિંમતો નક્કી કરશે.

જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને ભારતીય એરટેલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. હાલમાં જ બીજા ત્રિમાસિક રિપોર્ટમાં બંને કંપનીઓને કોર્પોરેટે ઈતિહાસની સૌથી મોટી ખોટ અંદાજે 74 હજાર કરોડ રૂપિયાની થઈ છે. જેને કારણે કંપનીએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જો આ સંકટ સામે કંપની નહીં લડી શકે તો બંને કંપનીઓનાં અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે.

આ વીડિયો પણ જુઓઃ

108 બોટ એમ્બ્યુલન્સની મધદરિયે દિલધડક કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન