Voda-Idea મર્જ પહેલા 5000 કર્મચારીઓની કરશે છૂટી...! - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Voda-Idea મર્જ પહેલા 5000 કર્મચારીઓની કરશે છૂટી…!

Voda-Idea મર્જ પહેલા 5000 કર્મચારીઓની કરશે છૂટી…!

 | 2:16 pm IST

વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલર આગામી બે મહિનામાં પોતાના 21,000થી વધારે કર્મચારીઓમાંથી ચોથાભાગના કર્મચારીઓની છૂટી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બન્ને કંપનીઓના મર્જર પછી બનનારી નવી કંપનીને એફિશિયન્ટ બનાવવા માટે આમ કરવામાં આવશે.

આ બાબતના જાણકાર એક સીનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, બન્ને કંપનીઓ અત્યારે નુકસાનમાં છે. બન્ને કંપની પર મળીને 1,20,000 કરોડ રૂપિયાનું દેવું છે. માટે મર્જરની પ્રક્રિયાનું કામકાજ મેનેજ કરનારી ટીમે બન્ને કંપનીઓને આગામી બે મહિનામાં 5000 કર્મચારીઓની છૂટી કરવાનું કહ્યું છે.

એક ઈન્ડસ્ટ્રી એક્સપર્ટે જણાવ્યું કે, 5000થી વધારે કર્મચારીઓની છૂટી થઈ શકે છે કારણકે બન્ને કંપનીઓમાં એક જ પ્રોફાઈલ પર કામ કરનારા કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે છે. મર્જરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સિવાય અન્ય રેગ્યુલેટર્સથી મંજૂરી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે મે સુધી મર્જરની પ્રક્રિયા પૂરી થઈ શકે છે.

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના જાણકાર કહે છે કે, મર્જર પછી બનનારી એન્ટિટીની સફળતાથી ઝડપથી બદલાવ કરવા પર, નેટવર્ક વધારવા પર અને સ્પર્ધાને ધ્યાનમાં રાખીને પ્રાઈસ નક્કી કરવા પર નિર્ભર રહેશે. મર્જર પછી નવી કંપનીનો ટેલિકોમ માર્કેટમાં 42 ટકા ભાગ રહેશે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે.

ઉચ્ચ અધિકારીએ આગળ જણાવ્યું કે, છૂટી થવી જોઈએ કારણકે આટલું વધારે દેવું હોય તેવી કંપનીઓ નહીં ઈચ્છે કે તે નવા વેન્ચરની શરૂઆત વધારાના કર્મચારીઓના ભાર સાથે કરે. વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આઈડિયામાં અત્યારે 11000 અને વોડાફોન ઈન્ડિયામાં 10000થી વધારે કર્મચારી કામ કરે છે.