NIFTY 10,343.60 +16.70  |  SENSEX 33,570.10 +91.75  |  USD 64.7650 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Jioને ટક્કર આપવા વોડાફોનના બે નવા ધાંસુ પ્લાન, આટલું બધું મળશે ફ્રી

Jioને ટક્કર આપવા વોડાફોનના બે નવા ધાંસુ પ્લાન, આટલું બધું મળશે ફ્રી

 | 11:16 am IST

વોડાફોને રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે બે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. વોડાફોનનો એક પ્લાન જિયોના 84 દિવસના પ્લાનને ટક્કર આપે છે. વોડાફોને પણ 84 દિવસનો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને એક શરતની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અપાઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં યુઝર રોમિંગમાં પણ ફ્રી કોલ્સ કરી શકે છે. અનલિમિટેડ કૉલિંગની શરત એ છે કે યુઝર એક દિવસમાં 250થી વધુ કૉલ કરી શકે નહીં. આ સિવાય આખા સપ્તાહમાં 1000થી વધુ કૉલ કરી શકશે નહીં. જો તેનાથી વધુ કૉલ કરશે તો યુઝરને તેનો અલગથી ચાર્જ આપવો પડશે. ડેટાની વાત કરીએ તો તેમાં યુઝરને દરરોજ 1GB હાઇ સ્પીડ ડેટા મળશે. સાથો સાથ આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ ફ્રી મળશે. આ પ્લાનની કિંમત 509 રૂપિયા છે.

જ્યારે વોડાફોનનો બીજો પ્લાન 458 રૂપિયાનો છે. આ પ્લાનમાં યુઝરને 70 દિવસની વેલેડિટી મળશે. તેમાં પણ યુઝરને દરરોજ 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વગેરે મળનાર ફાયદો બિલકુલ 509 રૂપિયાના રિચાર્જની જેમ જ છે. માત્ર આ પ્લાનમાં વેલિડિટીને ઘટાડીને 70 દિવસ કરી દેવામાં આવી છે.

હવે વાત કરીએ જિયોના એ પ્લાન્સની જેને ટક્કર આપવા માટે વોડાફોન એ પોતાના આ બંને પ્લાનને લઇને આવ્યું છે. વોડાફોન એ જિયોના 459 રૂપિયા અને 399 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે આ પ્લાન નીકાળ્યો છે. રિલાયન્સ જિયોના 459 રૂપિયાના પ્લાનમાં યુઝરને 84 દિવસ સુધી અનલિમિટેડ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા મળશે. તેમાંથી એક શરત એ છે કે યુઝરને 84 દિવસ સુધી દરરોજ માત્ર 1GB હાઇ સ્પીડ ડેટા જ મળશે. હાઇ સ્પીડ ડેટાની લિમિટ ખત્મ થયા બાદ ઇન્ટરનેટ તો અનિલિમિટેડ ચાલતું રહેશે પરંતુ સ્પીડ ઓછી થઇને 64kbps રહી જશે. આ સિવાય જિયોના આ પ્લાનમાં યુઝરને જિયો એપ્સના સબ્સક્રિપ્શન પણ ફ્રી મળી રહ્યા છે. જ્યારે જિયોના 399 રૂપિયાવાળા પ્લાનમાં સુવિધાઓ બિલકુલ જિયોના 459 રૂપિયાવાળા પ્લાનની જેમ છે તેની વેલિડિટી 70 દિવસની છે.