vodafone idea extends prepaid validity for 10 cr feature phones customers
  • Home
  • Featured
  • કોરોનાથી ત્રસ્ત અને ગરીબ લોકોની મદદ આવી આ ટેલિકોમ કંપની, 100 કરોડનો ફ્રી ટોકટાઈમ

કોરોનાથી ત્રસ્ત અને ગરીબ લોકોની મદદ આવી આ ટેલિકોમ કંપની, 100 કરોડનો ફ્રી ટોકટાઈમ

 | 10:09 am IST

બીએસએનએલ અને એરટેલ પછી હવે વોડાફોન આઇડિયાએ પણ યુઝર્સ માટે રાહતના સમાચારની જાહેરાત કરી છે. કંપનીએ આ ઓફર ઓછી આવક ધરાવતા ફીચર્સ ફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. કંપનીએ તેના ફીચર ફોન યુઝર્સની માન્યતા 17 એપ્રિલ સુધી વધારી છે. જેનીથી લોકો એક-બીજાથી જોડાયેલા રહે. આ ઓફરતેજ યુઝર્સને આપવામાં આવશે જેમની વેલીડિટી લોકડાઉનના સમયે સમાપ્ત થઇ રહી છે. વેલિડિટી વધારવાની સાથે સાથે યુઝર્સને ટોક ટાઇમ પણ આપવામાં આવશે.

Vodafone-Idea a big blow to customers, this big change is happening in your plan

આ ઓફરને મુખ્ય રીતે એવા ફીચર ફોન યુઝર્સ માટે જાહેર કરવામાં આવી છે જેઓ ઓફલાઇન રિચાર્જ કરાવે છે. જેઓ સંપૂર્ણપણે સ્ટોર્સ પર આધારિત હોય છે. અને લોકડાઉનના સમયે બહાર જઇને રિચાર્જ કરવાનું શક્ય બની શકે નહી. તે માટે જ સ્માર્ટફોન યુઝર્સને આ ઓફરનો ભાગ ગણવામાં આવશે નહી. કારણ કે તેઓ ડિઝિટલી રિચાર્જ કરાવી શકે છે.

Vodafone-Idea and Airtel will increase mobile service rates from December 1

ઉલ્લેખનિય છે કે અગાઉ એરટેલે યુઝર્સને મોટી રાહત આપતા 8 કરોડથી વધુ પ્રી-પેડ કનેક્શન્સની વેલિટીડિ 17 એપ્રિલ સુધી વધારી દિધી છે. તે ઉપરાંત રૂપિયા 10નો ટોકટાઈમ પણ ઉપલબ્ધ કરાવ્યો છે.

જો યુઝરના પ્લાનની વેલિડિટી લોકડાઉન સમયે સમાપ્ત થાય છે તો તેને આ બેનિફ્ટ્સ મળી જાય છે. તેમજ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બીએસએનએલ પ્રીપેડ યુઝર્સને રાહત આપતા જણાવ્યું હતુ કે બીએસએનએલના પ્રીપેડ સિમકાર્ડ યુઝર્સનો નંબર 20 એપ્રિલ સુધી રિચાર્જ વગર પણ એક્ટિવ રહેશે. તેમજ રૂપિયા 10નું બેલેન્સ પણ આપવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: કોરોના વાયરસને લઈને ‘સંદેશ ન્યુઝ’ પાસે ચોંકાવનારી માહિતી સામે આવી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન