Vodafone-Idea launched New Iphone Forever Plan
  • Home
  • Featured
  • આ ટેલિકોમ કંપની આપી રહી છે દર મહિને 90GB ડેટા, લોન્ચ કર્યો નવો પ્લાન

આ ટેલિકોમ કંપની આપી રહી છે દર મહિને 90GB ડેટા, લોન્ચ કર્યો નવો પ્લાન

 | 7:21 pm IST

વોડાફોન ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે ‘રેડ આઇફોન ફોરેવર પોસ્ટપેડ’ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાનની કિંમત રૂ.649 નક્કી કરી છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે ડેટાને આગામી મહિને ફોરવર્ડ કરવાની પણ સુવિધા આપી રહી છે.

ઉપરાંત વોડફોન ઈન્ડિયાના આ પ્લાનમાં ગ્રાહકોને રિપ્લેસમેન્ટ, રિપેયર અને અપગ્રેડની સુવિધા પણ મળે છે. વોડાફોનની સાથે આઇડિયાના ગ્રાહકો પણ આ ઓફરનો લાભ લઈ શકે છે. આ માટે આઇડિયાના ગ્રાહકો માટે ‘નિરવાના 649iPhone ફોરેવર’ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

તમને બતાવી દઈએ કે આ પ્લાનનો લાભ આઇફોન 5એસ અને તેના અપગ્રેડેટ અને ઉપરના વર્જનના આઇફોન યુઝર્સ જ લઈ શકે છે. પ્લાન હેઠળ ગ્રાહકોને એક્સિડેંટલ કવર પણ મળશે. ઉપરાંત પ્લાનમાં ગ્રાહકોને દર મહિને 90 જીબી ડેટાની સાથે એમેઝોન પ્રાઇમ અને વોડાફોન પ્લેનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાનને એક્ટિવ કરવા માટે આઇફોન યુઝર્સને તેમના ફોનમાં iPhone Forever એપ ડાઉનલોડ કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.