Vodafone idea may get breather for sometime in agr issue
  • Home
  • Business
  • AGR મામલે વોડાફોન આઇડિયાને મળી શકે છે થોડી રાહત, નહીં બાંધવા પડે બોરીયા-બિસ્તરા

AGR મામલે વોડાફોન આઇડિયાને મળી શકે છે થોડી રાહત, નહીં બાંધવા પડે બોરીયા-બિસ્તરા

 | 12:22 pm IST

AGRની તગડી રકમના બોજ તળે દબાયેલ વોડાફોન આઇડિયા કંપનીને થોડા સમય માટે રાહત મળે તેવું લાગી રહ્યું છે. સરકારે હાલ વોડાફોન આઇડિયાની બેન્ક ગેરંટી છીનવી લેવાના મૂડમાં નથી. અધિકારીઓએ જણાવ્યું કે દબરસંચાર અને નાંણામંત્રાલયના અધિકારીઓએ ટેલિકોમ સેક્ટરમાં ત્રણ ખાનગી કંપનીઓ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે મથામણ કરી રહી છે.

ચર્ચા માટે કેબીનેટ સેક્રેટરી રાજીવ ગોબા સાથે મુલાકાત યોજવામાં આવી હતી. આ પગલાથી સંકેત મળી રહ્યા છે કે કંપની પાસેથી હજુ બેન્ક ગેરંટી યથાવત રખાશે.

ટુકડાઓમાં લેવામાં આવશે પેમેન્ટ
એક અધિકારીએ જણાવ્યું કે મંગળવારે બેઠકનો પહેલો ભાગ સંપન્ન થયો છે. સરકાર બીજા પેમેન્ટ ટાળવા પર વિચાર કરશે. જેથી કરીને કંપનીઓને થોડી રાહત મળે. જો કે આ તો હજુ શરૂઆતની વાતચીતનું પરિણામ છે આગળ જોઈએ શું થાય છે?  જો કંપની પાસેથી બેન્ક ગેરંટી છીનવાય તો ટેલિકોમ લાઈસન્સ ટર્મિનેટ કરવાની નોબત આવી શકે છે.

ડિફોલ્ટ ન થાય કંપનીઓ
સરકાર આ મામલે ફૂંકીને ફૂંકીને આગળ વધવા માંગે છે. તમામ રકમ ભરપાઈ થાય તે હેતુ સર તમામ કોશિશ કરી કોઈ રસ્તો કરવામાં આવશે. સરકાર આ પાક્કુ કરવાની કોશિશમાં છે કે કોઈ પણ દૂરસંચાર કંપની પેમેન્ટ પર ડિફોલ્ટ ન કરે. આની પાછળ નાંણા મંત્રાલયની સુચના છે. વોડાફોન આઇડિયાએ કહેવામાં આવ્યુ છે કે તે 7000 કરોડ રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ હજુ સુધી ચુકવાયુ નથી.

આ વીડિયો જુઓ: સુરતમાં સાયણ સુગર મિલને કાર્યરત રાખવા રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન