vodafone-idea-merger-over-jio-funny-tweet
  • Home
  • Technology
  • વોડાફોન-આઈડિયાના જોડાણને લઈને Jioએ ઉડાડી ઠેકડી

વોડાફોન-આઈડિયાના જોડાણને લઈને Jioએ ઉડાડી ઠેકડી

 | 2:48 pm IST

31 ઓગસ્ટે બે દિગ્ગજ ટેલીકોમ કંપનીઓ વોડાફોન-આઈડિયાનું મર્જર પૂર્ણ થયુ. બંને કંપનીઓ એક થઈ જતા એરટેલને પાછળ રાખી દીધી.આ વાત પર વોડાફોન-આઈડિયા બંનેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મજેદાર ટ્વીટ કર્યા, જેના પર Jioએ ખુબ મજાક ઉડાવી.

બંનેના ટ્વીટ પર રિલાયન્સ Jioએ વોડાફોનના ટ્વીટને કોટ કરી કહ્યુ કે, અમે 2016થી લોકોને સાથે લાવવાનું કામ કરીએ છીએ.સૌ પ્રથમ બંને કંપની એક થશે તેવી વાત આઈડિયાએ કરી હતી. આઈડિયાએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે, હે વોડાફોન જાણો છો સૌ કોઈ આપણા એક થવાની જ વાત કરી રહ્યુ છે. અપ્રત્યક્ષ રીતે આ ઈશારો બીજી કંપનીઓ સામે હતો.

તમને જણાવી દઈએ કે Jioની શરૂઆત 2016ના સપ્ટેમ્બર મહીનામાં થયો હતો.Jioના આગમનથી ટેલીકોમ ક્ષેત્રે જાણેકે ભૂકંપ આવ્યો હતો.એવુ માનવામાં આવે છે કે Jioના આવવાથી ટેલીકોમ ક્ષેત્રે ખુબજ હરીફાઈ વધી છે. જેના પરિણામે વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓને એક થવુ પડ્યુ છે.